________________
૧૮૨
ઉત્તરાયયન સુઝ (૪૧) કાયોત્સર્ગ પાળીને પછી ગુરુ પાસે આવી વંદન કરે. વંદન કર્યા પછી
ભિક્ષુ દિવસમાં થયેલા અતિચાર (દેષ)ને ક્રમપૂર્વક ગુરુ પાસે કહે. (૪૨) એ પ્રમાણે દોષના શલ્યથી રહિત થઈ (બધા ની ક્ષમાપના લે) ત્યાર
બાદ ગુરુને નમસ્કાર કરીને સર્વ દુઃખથી છેડાવનાર કાયોત્સર્ગને કરે. (૪૩) કાયોત્સગને પાળીને ફરીવાર ગુરુને વંદન કરી (પ્રત્યાખ્યાન કરી) ત્યારબાદ
પંચપરમેષ્ઠીના સ્તુતિમંગલ કરીને સ્વાધ્યાય કાળની અપેક્ષા રાખે.
નોંધ : પ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ) હોય છે. તે બધી વિધિ ઉપર કહેલ છે. (૪૪) (હવે રાત્રિની વિધિ કહે છે). પહેલે સ્વાધ્યાય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા
અને ચોથે પ્રહરે મુનિ પુનઃ સ્વાધ્યાય કરે. (૪૫) ચોથી પિરસીને આવેલે કાળ જાણીને (ચેથી પિરસીને કાળ સમજીને
પિતાના અવાજથી ગૃહસ્થીઓ ન જાગે તેવી રીતે સ્વાધ્યાય કરે. (૪૬) ચોથી પિરસીને ચોથો ભાગ બાકી રહે (સૂર્યોદયથી બે ઘડી પહેલાં સ્વાધ્યાય
કાલથી નિવૃત્ત થઈને) ત્યારે આવશ્યક કાળનું પ્રતિલેખન કરી (પ્રતિક્રમણને
કાળ જાણીને) પછી ગુરુને વંદન કરે. (૪૭) (દેવસી પ્રતિક્રમણની વિધિ કહી છે તે પ્રમાણે બધી વિધિ થયા પછી–)
સર્વ દુ:ખથી મુકાવનાર કાર્યોત્સર્ગ આવે ત્યારે પ્રથમ કાસગ કરે. (૪૮) તે કાગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સંબંધી જે અતિચાર લાગ્યા
તે અનુક્રમે ચિંતવે. (૪૯) કાસગપાળ્યા પછી ગુરુને વંદન કરીને રાત્રિ સંબંધી થયેલા અતિ
ચારને ક્રમપૂર્વક પ્રગટ કરી આલોચના લે. (૫) દોષ રહિત થઈને અને ક્ષમા યાચીને ગુરુને વંદન કર્યા બાદ ફરીથી સર્વ
દુઃખોથી મુકાવનાર કાયોત્સર્ગ કરે.
નેધ : કાત્સર્ગ એટલે દેહભાવથી મુક્ત થઈ ધ્યાનમાં રહેવાની ક્રિયા. (૫૧) કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હવે હું કઈ જાતની તપશ્ચર્યા આદરું ? પછી
નિશ્ચય કરીને કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરે. (૧ર) ઉપર પ્રમાણે કાર્યોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરી તેની પાસેથી
તપશ્ચર્યાના પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) લઈ સિદ્ધો (પરમેડી)નું સંરતવન કરે.
નોધ : એ પ્રમાણે રાત્રિપ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ)ની ક્રિયા પૂર્ણ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org