________________
મેક્ષમાગ ગતિ (૨૮) (૧) પરમાર્થ (તત્વ)નું ગુણકીર્તન કરવું. (૨) જે પુરુષો પરમ અનૂ
તત્ત્વને પામ્યા છે તેઓની સેવા કરવી. (૩) જે માગથી પતિત થયા હોય કે અસત્ય દર્શન કે વાદમાં માનતા હોય તેનાથી દૂર રહેવું. એ ત્રણ ગુણેથી સમકિતની શ્રદ્ધા પ્રગટે છે. (એ ત્રણ ગુણ જાળવી સમકિત રાખવાથી
શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહે છે.) (૨૯) સમક્તિ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ અને સમકિત હોય ત્યાં તો ચારિત્ર
હોય અને ન પણ હોય. જે એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર ઉત્પન્ન થાય તો ત્યાં પહેલાં સમતિ જાણવી.
નંધ: સમક્તિ એ ચારિત્રની પૂર્વવતી સ્થિતિ છે. યથાર્થ જાણ્યા વિનાનું આચરેલું અર્થવિનાનું છે. (૩૦) દર્શન વિના (સમતિ રહિત) જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણ - ન હોય અને ચારિત્રના ગુણ વિના (કર્મથી મુક્તિ ન મળે અને કર્મમુક્તિ
વિના નિર્વાણગતિ (સિદ્ધપદ) થાય નહિ. (૩૧) ૧. નિઃશંક્તિ (જિનેશ્વરના વચન વિષે શંકા રહિત થવું), ૨. નિઃકાંક્ષિત
(અસત્ય મતમાં વાંચ્છા રહિત થવું,) ૩, નિવિચિકિત્સ્ય (ધમફળમાં સંશય રહિત થવું), ૪. અમૂઢ દષ્ટિ (ઘણું મતમતાંતરે જોઈને મૂંઝાવું નહિ તે અર્થાત અડગ શ્રદ્ધાવાળું થવું), ૫. ઉપબૃહા (સત્યધર્મ પામીને જે ગુણ પુરુષ હોય તેમની પ્રશંસા કરે અને ગુણવૃદ્ધિ કરે તે) ૬. સ્થિરીકરણ (ધર્મથી શિથિલ થતા હોય તેને સ્થિર કરવા), ૭. વાત્સલ્ય (સ્વધર્મનું હિત સાધવું અને સ્વધર્મીઓની ભક્તિ કરવી), ૮. પ્રભાવના (સત્યધર્મની ઉન્નતિ કરવી અને
પ્રચાર કરે.) આ આઠ સમ્યફ દૃષ્ટિના આચારો છે. (૩૨) પ્રથમ સામાયિક ચારિત્ર, બીજુ છેદો પસ્થાપનીય, ત્રીજુ પરિહાર વિશુદ્ધ
ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૩૩) અને પાંચમું કષાય રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમા કે બારમાં
ગુણસ્થાનકે રહેલા) છદ્યસ્થને તથા કેવળીને હોય છે. આ પ્રમાણે કમને ખપાવનારાં ચારિત્ર પાંચ પ્રકારનાં કહ્યાં છે.
નોંધ : સામાયિક ચારિત્ર પાંચ મહાવ્રતરૂપ પ્રથમ ચારિત્રને કહેવામાં આવે છે. બીજુ સામાયિક ચારિત્રના કાળનો છેદ કરીને ફરી સ્થાપન કરવું તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ઉચ્ચ પ્રકારના જ્ઞાન અને તપશ્ચર્યા પૂર્વક નવ સાધુઓ સાથે રહી દોઢ વર્ષ સુધી પાળે છે તે સૂક્ષ્મ સંપરાય એટલે અલ્પ કષાયવાળું ચારિત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org