________________
ખલુંકીય (૨) કોઈ વાહનને યોગ્ય વહન (બળદ) જોડવાથી જેમ ગાડીવાન અટવીને
ઓળંગી જાય છે તેમ એ ગ્ય (સંયમ માર્ગમાં વહન કરતા શિષ્યસાધકે
અને તેને દોરનાર ગુરુ બને સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે. (૩) પરંતુ જે ગળિયા બળદને ગાડીમાં જોડી હાંકે છે, તે ન ચાલવાથી) તે
તેને મારી મારીને થાકી જાય છે અને અંતે કષ્ટ પામે છે; તેમ જ અશાંતિ
અનુભવે છે. મારતાં મારતાં ગાડીવાનને પરોણો પણ ભાંગી જાય છે. (૪) તેવા બળદને કેટલાક ગાડીવાને પૂછડે બટકુ ભરે છે. કેટલાક વારંવાર
પરોણાની આરોથી વીંધી નાખે છે. પરંતુ તે ગળિયા બળદો ચાલતા નથી.
મારવા છતાં કેટલાક ધુંસરી ભાંગી નાખે છે અને કેટલાક કુમાર્ગે લઈ જાય છે. (૫) કેટલાક ચાલતાં ચાલતાં પાસાભેર પડી જાય છે, કેટલાક બેસી જાય છે અને
કેટલાક સૂઈ જાય છે, ને મારવા છતાં ઊઠતા જ નથી. કોઈ બળદ ઊછળે છે, કોઈ દેડકાની માફક ઠેકડા મારવા માંડે છે, તો કોઈ વળી ઘૂર્ત બળદ
તરુણ ગાયને જોઈ તેની પાછળ દોડે છે. (૬) કેટલાક માયાવી બળદ માથું નીચું રાખી પડી જાય છે, કેઈ વળી મારથી
કેપી જે બાજુ જવું હોય ત્યાં ન જતાં ઊંધે માર્ગે ચાલવા માંડે છે. કેઈક ગળિયે બળદ ઢોંગ કરી જાણે મરી ન ગમે તેમ બેસી રહે છે. તે
વળી કઈ ખૂબ વેગભર નાસવા જ માંડે છે. (૭) કેઈ દુષ્ટ બળદ રાસડીને તોડી નાખે છે. કેઈ સ્વચ્છંદી બળદ ધોરુ
ભાંગી નાંખે છે. વળી કેઈ ગળિયો બળદ તો સુસવાટા ને હુંફાડા મારી
ખેડૂતના હાથમાંથી સરકી ઝટ પલાયન થઈ જાય છે. (૮) જેમ ગાડીમાં જેડેલા ગળિયા બળદ ગાડીને ભાંગી નાખી ધણને હેરાન
કરી ભાગી જાય છે તે જ પ્રકારે તેવા સ્વછંદી કુશિષ્યો પણ ખરેખર ધર્મ (સંયમધર્મ) રૂ૫ ગાડીમાં જોડાવા દયથી રહિત થઈ તે સંયમધર્મને
ભાંગી નાખે છે. (સાચા મનપૂર્વક સંયમ પાળતા નથી). (૯) (મારી પાસેના) કેટલાક કુશિષ્યો વિદ્યાની ઋદ્ધિના ગર્વથી મદમાતા અને
અહંકારી થઈ ફરે છે. કેટલાક રસના લુપી છે. કેટલાક સાતાશીલીયા
(શરીર સુખને જ ઈચ્છનારા) છે અને કેટલાક પ્રચંડ ક્રોધી છે. (૧૦) કેટલાક ભિક્ષા લેવા જવા)ના આળસુ છે, કેટલાક અહંકારીઓ ભિક્ષાએ
જતાં અપમાન થાય માટે ભીરું થઈ એકસ્થાને બેસી રહે છે. કેટલાક મુદો
ન્મત્ત શિષ્યો એવા છે કે જ્યારે હું પ્રયોજન પૂર્વક (સંયમમાર્ગને ઉચિત) શિખામણ આપું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org