________________
ઉત્તરાદયયન સુગ (૧૨) (ચારે પ્રહરનાં સામાન્ય કર્તવ્ય કહે છે : પહેલે પ્રહરે સ્વાધ્યાય (અભ્યાસ),
બીજે પ્રહરે ધ્યાન, ત્રીજે પ્રહરે ભિક્ષાચરી અને વળી ચોથે પ્રહરે સ્વાધ્યાયાદિ કરે. '
નોંધ : પહેલા અને છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને શારીરિક હાજત નિવારવાની ક્રિયા પણ આદિ શબ્દથી સમજી લેવી. (૧૩) અષાઢ માસમાં બે પગલે, પિષ માસમાં ચાર પગલે અને ચૈત્ર તથા આસો
માસમાં ત્રણ પગલે પિરસી થાય.
ધ: પિરસી એટલે પ્રહર, સૂર્યની છાયા પરથી કાળનું પ્રમાણ મળે તે માટે આ વિધાન કરેલું છે. (૧૪) ઉપર કહ્યા તે સિવાય બીજા આઠ મહિનાને વિષે પ્રત્યેક સાત અહોરાત્રિએ
(સાત દિવસે) એકેક અંગુલ અને છાયા પિરસીમાં વધે ઘટે છે.
નંધ: શ્રાવણ વદી એકમથી પિષ સુદી પૂનમ છાયા વધે અને મહા વદી એકમથી તે અષાડ સુદી પૂનમ સુધી છાયા ઘટે.
જે માસમાં તિથિ ઘટે છે તે કહે છે : (૧૫) અષાડ, ભાદર, કાતિક, પિષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ
પક્ષમાં એકેક તિથિ ઘટે છે. . ધ : ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ હિસાબે ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું ગણાય. (૧૬) (પાણી પિરસીના પગની છાયાનું માપ કહે છે : જેઠ, અષાઢ અને શ્રાવણ
આ ત્રણ મહિનામાં જે પિરસી માટે પગના છાયાનું માપ કહ્યું છે તે પગલા ઉપર છ આગળ વધારી દેવાથી તે મહિનાની પણ પિરસી થાય, અને ભાદરવો, આસો અને કાતિક એ ત્રણ મહિનામાં ઉપર જે માપ કહેલ છે તેમાં આઠ આગળ વધારવાથી પણ પારસી થાય. અને માગશર, પોષ અને મહા આ ત્રણ મહિનામાં કહેલ માપથી દશ આંગળ વધારવાથી પણ પિરસીનું માપ થાય. ફાગણ, ચૈત્ર અને વૈશાખ, આ ત્રણ મહિનામાં જે માપ કહેલ છે તેનાથી ૮ આંગળ છાયા વધારવાથી પણ પિરસી થાય.
આ વખતે વસ્ત્ર, પાત્રાદિકનું પ્રતિલેખન કરવું. (૧૭) વિચક્ષણ સાધુ રાત્રિના પણ ચાર ભાગ કરે અને રાત્રિના ચાર ભાગને
વિષે પ્રત્યેક પિરસીને યોગ્ય કર્તવ્ય પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org