________________
ઉત્તરાયયન સૂર (૪૦) હે જિમને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની
આરાધના કર. જન્મ, જરા, મૃત્યુ, રેગ એવા એવા ભયથી ઘેરાયેલા આ
સંસાર સાગરમાં પરિભ્રમણ ન કર. (૪૧) કામગથી કમબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભેગરહિત જીવાત્મા
શુદ્ધ થઈ કર્મથી લેપાત નથી. ભોગી સંસારમાં ભમે છે, ભોગમુક્ત સંસારથી
મુક્ત થાય છે. (૪૨) સૂકો અને લીલે એવા બે માટીના ગોળાએ ભીંતમાં અથડાવા છતાં જે
લીલે હોય છે તે જ ચુંટે છે, સૂકે ચોંટતું નથી. (૪૩) એ જ પ્રમાણે કામગમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસાર
માં ચોંટે છે. જે વિરક્ત પુરુષો હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં
ચેટતા નથી. (૪૪) આ પ્રમાણે જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસ
ક્તિથી રહિત થઈ પ્રજિત થયે. (૪૫) એ પ્રમાણે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પિતાના સકળ પૂર્વકર્મોને ક્ષય કરી
જયઘોષ અને વિઘોષ એ બને ત્યાગીઓ સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા.
નોંધ : જન્મથી સૌએ જો સમાન છે. સમાન જીવી, સમાન લક્ષી અને સમાન પ્રયત્નશીલ છે. જન્મથી સૌએ શૂદ્ર છે, સંસ્કારથી જ બ્રિજ બને છે. સારાંશ ; પતન કે વિકાસ એ જ નીચ અને ઊંચનાં સૂચક છે. જન્મગત ઉચ્ચ નીચના ભેદ માની લેવા એ તે કેવળ ભ્રમ છે.
જાતિથી કઈ ચાંડાલ, કેઈ બ્રાહ્મણ, કઈ વૈશ્ય કે કઈ ક્ષત્રિય નથી. ઘણું જાતિના ચાંડાલ, બ્રાહ્મણે જેવા હોય છે. ઘણુ જાતિના બ્રાહ્મણે ચાંડાલ જેવા હોય છે. ઘણે જાતિના ક્ષત્રિય વૈશ્ય સમાન હોય છે. ઘણા જાતિના વૈશ્ય ક્ષત્રિય સમાન હોય છે. માટે કર્મથી જ બ્રાહ્મણ, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કમથી જ શૂદ્ર કહેવાય છે.
ગુણોથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ચાંડાલ થવાય છે.
બ્રહ્મચર્ય, અહિંસા, ત્યાગ અને તપશ્ચર્યાદિ ગુણોના વિકાસમાં બ્રાહ્મણત્વને વિકાસ છે. સાચું બ્રાહ્મણત્વ સાધી બ્રહ્મ (આત્મસ્વરૂપ)ને કે આત્મતિને પામવી એ જ સૌનું લક્ષ્ય છે. જાતિપાતિના કલેશે છેડી બ્રાહ્મણત્વની આરાધના કરવી એ સૌને માટે આવશ્યક છે.
એમ કહું છું. " એ પ્રમાણે યજ્ઞ સંબંધીનું પચીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org