________________
અધ્યયન ઃ છવીસમું - ર સ મા ચા ની
આ સમાચારી એટલે સમ્યફ દિનચર્યા. દેહ, ઈન્દ્રિય અને મન; આ બધાં સાધનો જે ઉદેશથી મળ્યાં છે, તે ઉદેશને લક્ષ્યમાં રાખી તે સાધનને સદુપયોગ કરી લે એ જ ચર્યા.
અહેરાત્ર મનને ઉચિત પ્રસંગમાં જોડી દેવું અને સતત એકને એક કાર્યમાં પરાયણ રહેવું તે સાધકની દિનચર્યા ગણાય.
આમ કરવાથી પૂર્વ જીવનગત દુષ્ટ પ્રકૃતિને વેગ મળતું નથી. અને નવીન પવિત્રતા પ્રાપ્ત થતી જવાથી પૂર્વની દુષ્ટ વાસનાઓ નિર્બળ થઈ આખરે ખરી પડે છે અને તેમ તેમ મોક્ષાર્થી સાધક પિતાના આત્મરસના ઘૂંટડા વધુ ને વધુ પીતા પીતા અમર બની જાય છે. , અહીં ત્યાગજીવનની સમાચારી વર્ણવેલી છે. ત્યાગી જીવન સામાન્ય ગૃહસ્થ સાધક જીવન કરતાં વધારે ઉચ્ચ, સુંદર અને પવિત્ર હોય છે. તેથી તેની દિનચર્યા પણ તેટલી જ શુદ્ધ અને કડક હોય તે સ્વાભાવિક છે.
પિતાના આવશ્યક કાર્ય સિવાય પોતાનું સ્થાન ન છેડવાની વૃત્તિ (સ્થાન સ્થિરતા), પ્રશ્નચર્યા અને ચિંતનમાં લીનતા, દેનું નિવારણ, સેવા, નમ્રતાઅને જ્ઞાન પ્રાપ્તિ. આ બધા અંગોને સમાવેશ સમાચારીમાં થાય છે.
સમાચારી તો સંયમી જીવનની વ્યાપક ક્રિયા છે. પ્રાણુ અને જીવનને જેટલો સહભાવ છે તેટલો જ સહભાવ સમાચારી અને સંયમી જીવનને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org