________________
સમિતિઓ
૧૬૫
નેધ : શબ્દ, રૂપ, ગંધ કે કેઈપણ ઈકિયેના અર્થમાં મન ગયું એટલે ચાલવામાં તેટલે ઉપયોગ ચૂકી જવાય માટે તેમ ન કરવું. તેમાં ચાલતાં ચાલતાં સ્વાધ્યાય (ચિંતન) પણ ન કરવો. યદ્યપિ તે ઉત્તમ ક્રિયા છે તથાપિ તેમ કરવામાં મનને વ્યાપાર ક્રિયામાં રોકાય તો ચાલવાને ઉપયોગ ચૂકાય. આ સૂચવી તે પ્રતિપાદન કર્યું છે કે તમે જે વખતે જે કાર્ય કરતા હો તે વખતે તેમાં જ લીન રહો. જૈનદર્શન કહે છે કે ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ (ઉપયોગ એટલે સાવધાનતા.) (૯) ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, ભય, નિદ્રા તથા અનુપયોગી કથા— (૧૦) એ આઠે દોષોને બુદ્ધિમાન સાધકે છેડી દેવા અને તે સિવાયની નિર્દોષ,
પરિમિત અને ઉપયોગી જ ભાષા બેલવી. (તે ભાષાસમિતિ કહેવાય છે.) (૧૧) આહાર, અધિકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે સાથે રાખવાની વસ્તુઓ) અને
શયા (સ્થાનક કે પાટ, પાટલા) એ ત્રણે વસ્તુઓને શોધવામાં, સ્વીકારવામાં અને ભોગવવા (વાપરવા)માં સંયમધમને સંભાળી ઉપયોગ રાખ તે
એષણ સમિતિ છે. (૧૨) ઉપરની પ્રથમ ગવેષણ એટલે ઉગમન અને ઉત્પાદન (ભિક્ષા મેળવવા)માં
તથા બીજી ગ્રહણષણામાં તેમજ ત્રીજી ભોગવવાની એષણમાં લાગતા દોષોથી સંયમીએ ઉપયોગ પૂર્વક વિરમી જવું.
નેધ : ઉદ્દગમનતા સેળ દે દાતાર ગૃહસ્થને લગતા છે. તેણે તેવા દોષોથી રહિત દાન કરવું. ઉત્પાદનના સોળ દોષો માત્ર સાધુના છે. ભિક્ષુએ તેવા દોષથી રહિત ભિક્ષા મેળવવી અને દસ દોષો ગ્રહણષણના છે, તે ગૃહસ્થ અને ભિક્ષ બન્નેને લાગે છે. માટે તે દોષોથી રહિત થઈ ભિક્ષા લેવી. ઉપરાંત ચાર દોષ ભિક્ષા ભોગવવાના છે. તે દોષોને છેડી ભિક્ષુએ ભોજન કરવું. (૧૩) ઔધિક અને ઔપગ્રહિક બન્ને પ્રકારનાં ઉપકરણે કે પાત્ર વગેરે સંયમી
જીવનનાં ઉપપોગી સાધને લેતાં કે મૂતાં ભિક્ષુઓ આ વિધિનો ઉપયોગ કરવો.
ધ : ઐધિક એટલે જે વસ્તુ ભોગવ્યા પછી કે લીધા પછી પાછી આપવાની હોય તેવી વસ્તુ જેવી કે ઉપાશ્રયનું સ્થાન, પાટ, પાટલા ઈત્યાદિ તથા ઔપગ્રહિક એટલે શાસ્ત્રોક્ત લીધા પછી પાછી આપવાની ન હોય તેવી વસ્તુ જેમકે વસ્ત્ર પાત્ર ઇત્યાદિ સંયમીના ઉપકરણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org