________________
ઉત્તરાયયન સુત્ર
(૨૬) ઉપર કહેલી પાંચ સમિતિઓ ચારિત્ર (સંયમી જીવન)ને અંગે થતી પ્રવૃત્તિમાં
ઉપયોગી છે. અને ત્રણ ગુપ્તિ અશુભ વ્યાપારોથી સર્વથા નિવૃત્ત થવા માટે
ઉપયોગી છે. (૨૭) આ પ્રમાણે આ આઠે પ્રવચનમાતાને સાચા હૃદયથી સમજીને તેની જે
કોઈ ઉપાસના કરશે તે બુદ્ધિમાન સાધકમુનિ શીધ્ર આ સંસારના બંધનથી મુક્ત થશે.
નેધ : આવતા પાપના પ્રવાહથી દૂર રહેવું અને એકઠાં થયેલાં પાપને પ્રજાળવાનો પ્રયત્ન કરવો એ બને ક્રિયા–તેનું જ નામ સંયમ. આવા સંયમને માટે જ ત્યાગી જીવન સરજાયેલું છે અને તે જ દષ્ટિએ ત્યાગની ઉત્તમતા વર્ણવાયેલી છે.
આવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની સ્થિરતા સૌથી પહેલાં અપેક્ષિત છે. બુદ્ધિને સ્થિર કરવાને અભ્યાસ અને વૈરાગ્ય એ સર્વોત્તમ સાધન છે. જો કે તે બન્ને શક્તિઓ અંતઃકરણમાં છે. પરંતુ તેને જાગ્રત કરવા માટે શાસ્ત્રો અને મહાપુરુષોના સંગની પણ આવશ્યક્તા છે.
જે પાપના પ્રહારથી દૂર રહેવાય અને સંચિત પાપને બાળવાની તાલાવેલી જાગે તો પછી બીજુ શું જોઈએ ? એટલું જ બસ છે. પછી તો આગળનો ભાગ સહેજે સમજાઈ રહે છે.
એમ કહું છું : એ પ્રમાણે સમિતિઓ સંબંધીનું ચોવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org