________________
ઉત્તરાયયન સૂત્ર જે ફળ વેદ વર્ણવે છે તે સ્વર્ગ કે મુક્તિની તેમને આવા યજ્ઞમાં અવાભાવિક્તા દેખાવા માંડી. આત્મગત સંસ્કૃતિના બળે કુળગત સંસ્કૃતિના પડળ ઉખેડી નાંખ્યાં. તરત જ તે વીર બ્રાહ્મણે સાચું બ્રાહ્મણવ અંગીકાર કર્યું અને સાચા યજ્ઞમાં રાચી સાચી પવિત્રતા પ્રાપ્ત કરી.
વિજયઘોષ યજ્ઞવાડામાં કુળ પરંપરાગત યજ્ઞ કરી રહ્યા હતા. એકદા જયઘોષ યાજક ત્યાં આગળ આવી લાગ્યા. પૂર્વના પ્રબળ ઋણાનુબંધ જ જાણે તેને ખેંચી ન ગયાં હોય !
જયઘોષને ત્યાગ, જયઘોષની તપશ્ચર્યા, જયઘોષની સાધુતા, જયઘોષનો પ્રભાવ અને જયઘોષની પવિત્રતા ઇત્યાદિ સદ્ગુએ અનેક બ્રાહ્મણોને આકર્ષી અને યજ્ઞનો શુદ્ધ માર્ગ સમજાવ્યા.
ભગવાન બોલ્યા : (૧) પૂર્વે વણરસી નગરીમાં બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ
ભાવયજ્ઞના કરનાર એક મહા યશસ્વી જયઘોષ નામના મુનિ થઈ ગયા હતા. (૨) પાંચે ઈદ્રિયોના સર્વ વિષયોમાં નિગ્રહ કરનાર અને મોક્ષમાર્ગમાં જ ચાલનાર
(મુમુક્ષુ) તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકદા તે જ વણારસી
(પિતાની જન્મભૂમિ) નગરીમાં આવી પહોંચ્યા. (૩) અને તે વણારસીની બહાર મરમ નામના ઉદ્યાનમાં નિર્દોષ સ્થાન, શયાદિ
યાચી નિવાસ કર્યો. (૪) તે કાળમાં તે જ વણારસી નગરીમાં ચાર વેદના જાણકાર વિજયશેષ નામને
બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. (૫) ઉપયુક્ત જયઘોષમુનિ મા ખમણની મહા તપશ્ચર્યાને પારણે તે વિજયેષ
બ્રાહ્મણના યજ્ઞવાડામાં (તે જ સ્થળે) ભિક્ષાથે આવીને ઊભા રહ્યા. (૬) મુનિશ્રીને ત્યાં આવતા જોઈ તે યાજક દૂરથી જ અટકાવે છે. અને કહે છે
કે હે ભિક્ષુ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કેઈ બીજે સ્થળેથી યાચના
કરી લે. (૭) હે મુનિ ! જે બ્રાહ્મણો ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના પારગામી, યાથી - તથા જ્યોતિષશાસ્ત્ર સુધ્ધાં છ અંગને જાણનારા અને જે જિતેંદ્રિય હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org