________________
પરિષd
બુદ્ધિમાન ભિક્ષુ સુખ માટે ઝંખના ન કરે (આ મેલ કેમ ટળે ! તેવું
ન ઈચ્છે). (૩૭) પિતાના કર્મક્ષયને ઈચ્છનાર ભિક્ષુ પિતાનાં ઉચિત ધર્મને સરજીને જ્યાં
સુધી શરીરને નાશ ન થાય ત્યાંસુધી શરીર વડે મેલને ધારણ કરે.
નેધ : ઉપરના શ્લોકો દેહાધ્યાસ વિનાના ઉચ્ચ ભૂમિકાવાળા મુનિઓ માટે છે છતાં સામાન્ય રીતે પણ શરીર સત્કાર એ ભિક્ષુધર્મનું દૂષણ છે. માટે તે દૂષણને તજી દેવું અને વિવેકપૂર્વક સાધના તરીકે શરીરને ઉપયોગ કરવો. (૩૮) રાજાદિક કે શ્રીમંત અમારું અભિવાદન (વંદન) કરે, સામા આવી સન્માન
કરે કે ભજનાદિનું નિમંત્રણ કરે, આવી ઇચ્છાઓ જે કુત્સિત (હલકા)ભિક્ષઓ રાખે છે તેવી સ્પૃહા આદર્શ મુનિ ન રાખે.
નોંધ : સન્માન પોતે ન ઇચછે કે ઈચ્છતા હોય તેઓ ઠીક કરે છે એમ. પણ ન માને. (૩૯) અલ્પ કષાય (કેધાદિ) વાળે, અ૫ ઇચ્છાવાન, અજ્ઞાત ગૃહસ્થોને ત્યાં
ભિક્ષાથે જનાર તથા સરસ આહારમાં તૃણું ન રાખનાર તત્ત્વબુદ્ધિવાળા ભિક્ષ રસમાં આસક્ત ન બને અને અનુતાપ પણ ન કરે. (કેઈને ઉત્કર્ષ
જોઈ ઈર્ષાળુ પણ ન બને.). (૪૦) “મેં ખરેખર અજ્ઞાન ફળવાળાં (જ્ઞાન ન પ્રગટે એવાં) કર્મો કર્યા છે કે
જેથી હું ક્યાંક કેઈથી પણ પૂછાઉં તો કશું જાણું શકતો નથી કે
જવાબ આપી શકતા નથી. (૪૧) પણ હવે પાછળથી “જ્ઞાનફળવાળાં કમ ઉદય પામશે !” આમ કર્મના
વિપાકને ચિંતવી આવા સમયે આશ્વાસન લે.
ધઃ પુરુષાર્થ કરવા છતાં અલ્પબુદ્ધિને લઈને તર્કબુદ્ધિ ન ઉદ્ભવે તે. તેથી હતાશ ન થતાં પુરુષાર્થ કર્યા કરે. (૪૨) “હું નિરર્થક જ મૈથુનથી નિવૃત્ત થયો, (ગૃહસ્થાશ્રમ છેડી બ્રહ્મચર્ય
ધારણ કર્યું.) ફેકટ જ ઈદ્રિયોનાં દમન કર્યા, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે અશુભ ફળ આપનાર છે તેને પ્રત્યક્ષ જોઈ શકતો નથી. (કર્મના
ફળને સાક્ષાત ન જોઉં તે શા માટે કષ્ટ વેઠવું?) (૪૩) વળી તપશ્ચર્યા આયંબિલ ઇત્યાદિ ગ્રહણ કરીને તથા સાધુની પ્રતિમા
(ભિક્ષુઓના બાર અભિગ્રહોની ક્રિયા)ને પાળીને વિચરવા છતાં મારુ સંસાર ભ્રમણ કેમ જતું નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org