________________
ઉત્તરાધ્યયન સુત્ર ' આગળ સાંભળ્યું છે ત્યાં જઈને જીવ કરેલાં કર્મોથી પછી ખૂબ જ
પરિતાપ પામે છે.” (૧૪) જેમ ગાડીવાન જાણવા છતાં સારા ધોરી રસ્તાને છોડી દઈને વિષમ ભાગમાં
જતાં ધૂસરી (ધુરા) ભાંગી જાય ત્યારે શોક કરે છે. (૧૫) તેમ ધર્મને છોડીને તથા અધમ અંગીકાર કરીને મરણના મેં આગળ
ગયેલો પાપી માણસ જીવનધૂંસરી ભાંગી ગઈ હોય તે જ પ્રકારે શોક કરે છે. (૧૬) ત્યારબાદ તે ભૂખે મરણને અંતે ભયથી ત્રાસ પામી, કલિથી (જુગારના
દાવથી) જિતાયેલ ઠગારાની માફક અકામ મરણે મરે છે.
નેધ : જુગારમાં કોઈ ધુતારો પણ હારી જાય છે. તેમ અકામ મરણથી તેવો પાપી જીવ ભવ હારી જાય છે. (૧૭) આ તો બાળકોનું અકામ મરણ કહ્યું. હવે પંડિતેનું સકામ મરણ કહીશ. મને
સાંભળો; એમ ભગવાન સુધર્મસ્વામી બોલ્યા : (૧૮) પુણ્યશાળી (સુપવિત્ર) પુરુષો, બ્રહ્મચારીઓ અને સંયમી પુરુષોનું વ્યાઘાત
રહિત અને અતિ પ્રસન્ન એવું મરણ જે મેં સાંભળ્યું છે – (૧૯) તે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. પણ કઠિન વ્રત
પાળનારા ભિક્ષુઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના સદાચાર સેવનારા સબૃહસ્થ
જ તે મૃત્યુને વરે છે. (૨૦) કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થો પણ અધિક સંયમી હોય છે. પરંતુ
સાધુતાની અપેક્ષાએ તે બધા ગૃહસ્થો કરતાં સાધુઓ અધિક સંયમી જ હોય છે.
નોંધ : આ ગાથા અત્યંત ગંભીર અને સાચા સંયમનું પ્રતિપાદન કરનારી છે. વેશ કે અવસ્થા વિશેષ સંયમનાં પિષક કે બાધક છે જ નહિ. (૨૧) લાંબા વખતનાં ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટિ (બુદ્ધ સાધુઓનું ઉત્તરીયવસ્ત્ર)
કે મુંડન આ બધાં ચિહ્નો તે દુરાચારવાળા વેશધારીને શરણભૂત થતાં નથી.
ધ : બધાં ભિન્ન ભિન્ન ચિહ્નો સંયમનાં રક્ષક નથી. સદાચાર જ સંયમનો રક્ષક છે. (૨૨) ભિક્ષાચારી કરનાર ભિક્ષ પણ જે દુરાચારી હોય તે તે નરકથી છૂટી
શકતા નથી. (સારાંશ કે) ભિક્ષુ છે કે ગૃહસ્થ હે ! સદાચારી હોય તે જ સ્વર્ગમાં જઈ શકે છે. નેધ : સાધુને નરક ન હોય કે શ્રાવકને નરક હોય તે કોઈને ઈજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org