________________
ઉત્તરાયયન સત્ર
- નેંધ : પશુ અને પક્ષીઓનાં દુખો જેમ ઉપાય કર્યા વિના શાંત થાય છે તેમ મારુ પણ દુઃખ શાંત થઈ જવાનું. (૭૭) જેમ જંગલમાં મૃગ એકલે સુખેથી વિહાર કરે છે તેમ સંયમ અને તપશ્ચર્યા
- વડે હુ એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચારીશ. (૭૮) મોટા અરણ્યને વિષે વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને (પૂર્વ કર્મવશાત ) જ્યારે
રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં જઈ તેની સારવાર કેણ કરે છે ? (૭૯) ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેના સુખદુઃખની ચિંતા કણ કરે ' છે ? કોણ તેને ભેજનપાણી લાવીને ખવડાવે છે ?
ધ: જેને સાધનો અધિક છે તેને જ સામાન્ય દુઃખ અતિ દુઃખરૂપ નીવડે છે. (૮૦) જ્યારે તે નીરોગી થાય છે ત્યારે પિતાની મેળે ભોજન માટે વનમાં જઈ
સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે. (૮૧) ઘાસ પાઈને, સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરીને પછી પિતાના | નિવાસસ્થાને પહોંચે છે. (૮૨) એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી મૃગચર્યા ચરીને પછી ઊંચી દિશામાં
ગમન કરે છે. (૮૩) જેમ એકલે મૃગ અનેક ભિન્નભિન્ન સ્થળે વસે છે, એક જ સ્થાને નહિ તેમ
મુનિ ગોચરી (ભિક્ષાચરી) માં મૃગચર્યાની માફક જુદે જુદે સ્થળે વિચરે અને ભિક્ષા સુંદર મળો કે ન મળો તે પણ જરા માત્ર દેનારને તિરસ્કાર
કે નિંદા ન કરે. (૮૪) માટે હે માતાપિતા ! હું પણ મૃગની માફક તેવી (નિરાસક્ત) ચર્ચા કરીશ.
આ પ્રમાણે પુત્રના દઢ વૈરાગ્યને જાણ માતાપિતાનાં કઠોર હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું : હે પુત્ર! જેમ આપને સુખ પડે તેમ ખુશીથી કરે. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા મળ્યા પછી તે આભરણદિક સર્વ પ્રકારની
ઉપાધિને છેડવા તૈયાર થયા. (૮૫) પાકી આજ્ઞા લેવા માટે ફરીથી મૃગાપુએ કહ્યું : (પ્રસન્ન ચિત્તો આપની
આજ્ઞા હોય તે હમણું જ સર્વદુઃખોથી છોડાવનાર મૃગચર્યા રૂપ સંયમને આદરુ ? આ સાંભળી માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું : પ્યારા પુત્ર !
યથેચ્છ વિચરે. (૮૬) એ પ્રમાણે બહુ પ્રકારે માતાપિતાને સમજાવી અને આજ્ઞા લઈને જેમ મહાન
હાથી બખ્તરને ભેદી નાખે છે તેમ મમત્વને છેદી નાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org