________________
ઉત્તરાધયયન સૂત્ર.
હું તમને પ્રશ્નો પૂછવા ઈચ્છું છું. આ પ્રમાણે બોલતા કેશમહારાજર્ષિને
સંબોધીને ભગવાન ગૌતમ આ પ્રમાણે બોલ્યા : (૨૨) હે ભગવન્ ! આપની ઈચ્છા હોય (આપને યોગ્ય લાગે તે આપ ભલે
પૂછે. આ પ્રમાણે જ્યારે ગૌતમમુનિએ કેશમુનિને ઉદારતાપૂર્વક કહ્યું
ત્યારે અનુજ્ઞા પામેલા કેશી ભગવાને ગૌતમ મુનિને આ પ્રમાણે કહ્યું: (૨૩) હે મુને ! ચાર મહાવ્રતરૂપ ધર્મ ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે, પરંતુ ભગ
વાન મહાવીર તો પાંચ મહાવ્રતરૂપે ધર્મને કહે છે.
ધ : યામને અર્થ અહીં મહાવ્રત લીધો છે. (૨૪) તે એક કાર્ય (મોક્ષના હેતુ)માં પહોંચવાને યોજાયેલા એ બન્નેનાં આ
ભિન્નભિન્ન વેશ અને જુદા જુદા આચારનું પ્રયોજન શું હશે ? હે બુદ્ધિમાન ગૌતમ! આ એક જ માર્ગમાં બે પ્રકારના વિવિધ ધર્મ કેમ પ્રવતે
છે ? (તેમાં શું આપને સંશય કે આશ્ચર્ય નથી થતું ?) (૨૫) આ પ્રમાણે બોલતા કેશી શ્રમણને ઉદ્દેશીને ગૌતમમુનિએ આ પ્રમાણે
કહ્યું : શુદ્ધ બુદ્ધિ વડે જ ધર્મતત્ત્વનો તથા પરમાર્થને નિશ્ચય કરી શકાય છે.
નેધ : જ્યાં સુધી તેવી શુદ્ધ અને ઉદાર બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી સાધ્ય કરતાં સાધન તરફ જ તે વધુ ઢળે છે. એટલે મહાપુરુષોએ કાળ જોઈને જ તેવી સખત ક્રિયાઓ યોજેલી છે. (૨૬) (ચોવીસ તીર્થંકર પૈકી) પ્રથમ તીર્થકર (2ષભ પ્રભુ)ના સમયના મનુષ્ય
બુદ્ધિમાં જડ છતાં પ્રકૃતિના સરળ હતા. અને છેલ્લા તીર્થકર (ભગવાન મહાવીર)ના સમયના મનુષ્યો જડ (બુદ્ધિનો દુરુપયોગ કરનારા) અને વાંકા (કુવિકલ્પ કરનાર) હતા. વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયના જીવો સરળ બુદ્ધિવાળા અને પ્રાણ હતા. તેથી જ અવસર જોઈ ભગવાન મહાવીરે કડક
વિધિવિધાનો કહ્યાં છે. (૨૭) ઋષભ પ્રભુના અનુયાયીઓને ધર્મ સમજવો કઠિન પડત. પરંતુ સમજ્યા
પછી આચરવામાં તે સમથ હોઈ પાર ઊતરતા અને આ છેલલા (ભગવાન મહાવીર) તીર્થંકરના અનુયાયીઓને ધર્મ સમજવામાં સહેલ છે. પણ પાળવામાં કઠિન છે. તેથી જ તે બન્નેના કાળમાં પાંચ મહાવ્રતરૂ૫ યતિધર્મ સમજાવ્યો છે અને વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ સમજાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org