________________
ઉત્તરાયયન સૂત્ર (૭૧) જે છિદ્રવાળી નાવ છે તે પાર ન પહોંચાડતાં વચમાં ડૂબી જાય છે અને
ડૂબાડે છે. છિદ્ર વિનાની હોય છે તે જ પાર ઉતારે છે. (૭૨) હે ગૌતમ ! તે નાવ આપ કોને કહે છે ? એ પ્રમાણે બોલતા કેશમુનિને
ગૌતમે જવાબ આપે. (૭૩) શરીર એ જ નાવ છે. આ સંસાર પિતે જ સમુદ્ર છે અને જીવ એ જ
નાવિક છે. તે સંસાર સમુદ્રને શરીર દ્વારા મહર્ષિ પુરુષ જ તરી જાય છે.
નોધ : શરીર એ નાવ છે. તે કોઈ બાજુથી ભેદાય નહિ તેવી કાળજી રાખવી અને સંયમપૂર્વક નાવિકને પાર ઉતાર-એ મહર્ષિ પુરુષનું કર્તવ્ય છે. (૭૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. આ મારો સંશય છેદાઈ ગયે. હવે
મને બીજે સંશય થયો છે તેને મને ઉત્તર આપો. (૭૫) આ સમગ્ર લેકમાં પ્રવર્તતા ઘેર અંધકારમાં બહુ પ્રાણીઓ રૂધાઈ રહ્યાં
છે. તે બધાં પ્રાણીઓને પ્રકાશ કોણ આપશે ? (૭૬) આ લેકમાં પ્રકાશ કરનાર જે ભાનુ ઊગેલો છે તે સકળ લેકમાં સકળ,
જીવોને પ્રકાશ આપશે. (૭૭) વળી હે ગૌતમ! તે સૂર્ય આપ કોને કહે છે ? આ પ્રમાણે બેલતા કેશી.
મુનિને ગૌતમે કહ્યું: (૭૮) સંસારના સમગ્ર અંધકારને વિખેરી પિતાની અનંત જ્યોતિથી પ્રકાશે
સર્વજ્ઞરૂપી તે સૂર્ય જ આ આખા લેકના પ્રાણીઓને પ્રકાશ, આપશે.
નેધ : જે પ્રબળ આત્માનો સવ અંધકાર દૂર થયો હોય, જે સંસારમાં બંધનથી સર્વથા મુક્ત થયા હોય તે જ પોતાના અનુભવને માગ જગતને બતાવી. સર્વ દુઃખથી મુકાવી શકે. (૭) હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. મારો સંશય નષ્ટ થયો. મને એક
બીજે પણ સંશય થયો છે તેનો ઉત્તર મને કહે. (૮૦) હે મુનિ ! સંસારના છ શારીરિક અને માનસિક દુઃખથી પીડાઈ રહ્યા
છે. તેને માટે કલ્યાણકારી, નિર્ભય, ઉપદ્રવ અને પીડા રહિત કર્યું સ્થાન ?
તે આપના જાણવામાં છે? (૮૧) હું તો માનું છું કે જ્યાં જવું બહુ દુર્લભ છે એવું લેકના અગ્રભાગ
પર એક એવું સુંદર અને નિશ્ચલ સ્થાન છે કે જ્યાં આગળ જરા, મૃત્યુ
વ્યાધિ કે વેદના, તેમાંનું કશું જ નથી. (૮૨) પણ તે સ્થાન કર્યું છે તે તમે જાણો છો ? એ પ્રમાણે બેલતાં કેશીમુનિને
ગૌતમે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org