________________
ઉત્તરાયયન સૂર . (૪૯) કેશમુનિએ કહ્યું : હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો તે સંશયા
છેદી નાખ્યો.' હવે બીજા સંશયને મૂકું છું તેનું સમાધાન કરે. (૫૦) હે ગૌતમ! હૃદયમાં ખૂબ જાજવલ્યમાન અને ભયંકર એક અગ્નિ સળગી
રહી છે કે જે શરીરમાં રહીને તેને જ બાળી રહી છે. તે અગ્નિને તમે શી
રીતે બુઝાવી નાખી ? (૫૧) (આ સાંભળી ગૌતમે કહ્યું : ) મહામેર (મોટાં વાદળાં)માંથી ઉત્પન્ન : - થયેલા પાણીના પ્રવાહમાંથી તે ઉત્તમ પાણું લઈ સતત હું તે અગ્નિને ઠારી
નાખું છું અને તેથી તે ઠરેલી અગ્નિ મને લેશમાત્ર બાળી શકતી નથી. (૫૨) કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે અગ્નિ કઈ ? તે મને કહેશે ? આ પ્રમાણે
કેશમુનિને બોલતાં સાંભળી ગૌતમે પ્રત્યુત્તર આપતાં કહ્યું : (૫૩) કવાયો એ જ અગ્નિ છે (કે જે શરીર, મન અને આત્માને સતત બાળી
રહી છે.) અને (તીર્થકર રૂપી મહામેથી વરસેલી) જ્ઞાન, આચાર અને તપશ્ચર્યારૂપી જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી હણાયેલી તે કષાયરૂપ અગ્નિ સાવ ઠરી જાય છે. મને મારા આત્માને) લેશમાત્ર બાળી
શકતી નથી. (૫૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયને છેદી નાખ્યો છે.
હજુપણ હું બીજો સંશય પ્રકટ કરું છું તેનું સમાધાન કરે. (૫૫) (કેશમુનિએ કહ્યું :) હે ગૌતમ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ
(માલિકને ખાડામાં ધકેલી દે તેવો) ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માગે શી રીતે જઈ શકો છો ? તેનાથી કેમ ઉભાગે ચાલ્યા જતા નથી !
નોંધ : દુષ્ટ સ્વભાવવાળો ઘોડો માલિકને કોઈ ને કોઈ વખતે દગો આપ્યા વિના રહેતો નથી પરંતુ તમે તે તેના પર બેસવા છતાં સીધા માર્ગે જ ચાલ્યા જાઓ છે તેનું કારણ શું ? (૫૬) (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) તે ગભર દોડતા ઘોડાને શાસ્ત્રરૂપ
લગામથી બાંધી રાખું છું. જ્ઞાન લગામથી વશ થઈ તે ઉભાગે ન જતાં
સભાગે જ મને દોરી જાય છે. (૫૭) કેશમુનિએ ગૌતમને કહ્યું તે ઘોડે છે ? તે તમે જાણે છે? આ પ્રમાણે
બોલતા કેશમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું : (૫૮) મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડે છે. તે સંસારના વિવિધ વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org