________________
કેશિગૌતમીય - નેંધ : સમજવામાં કઠિન હોવાનું કારણ બુદ્ધિની જડતા; અને આચરવામાં કઠિન હોવાનું કારણ એ છે કે સમયના પ્રવાહમાં મનુષ્યની શિથિલતા વધી ગઈ હતી. (૨૮) આ સ્પષ્ટ વસ્તુ સાંભળીને કેશી સ્વામી બોલ્યા : હે ગૌતમ ! આપની બુદ્ધિ
સુંદર છે. અમારા સંશયનું સમાધાન થઈ ગયું. હવે બીજે સંશય (પ્રશ્ન)
રજૂ કરું છું. હે ગૌતમ ! તેનું સધાધાન કરે. (૨૯) હે મહામુને ! સાધુ સમુદાયને પ્રમાણપૂર્વક અને સફેદ વસ્ત્ર વાપરવાનો ધર્મ
શ્રી ભગવાન મહાવીરે કહ્યો છે અને પાર્શ્વનાથે તે વિવિધ રંગવાળાં વસ્ત્રો વાપરવાની પણ છૂટ આપી સાધુધર્મ ફરમાવ્યું છે.
નોંધ : અલકનો અર્થ કેટલાક અવસ્ત્ર કરે છે. જોકે સામાન્ય રીતે આપણે નગ્ન સમાસનો અર્થ નકારવાચી ગણીએ છીએ. એ દષ્ટિબિંદુએ તેમ થઈ શકે પરંતુ તે કાળમાં પણ આ સમુદાય નિર્વસ્ત્ર ન રહેતો. કેટલાક વસ્ત્રરહિત રહેતા અને કેટલાક વસ્ત્રસહિત રહેતા. કારણ કે વસ્ત્ર વાપરવા કરતાં તેની મૂછ પર ભગવાન મહાવીરે ખૂબ ભાર આપ્યો છે. એટલે આ સ્થળે નગ્ન સમાસના છ અર્થો પૈકી અલ્પને ઉપયોગ કરે તે વધુ સંગત લાગે છે. (૩૦) તે બન્ને એક જ ધ્યેયમાં જોડાયેલા હોવા છતાં આ પ્રમાણે દેખીતું બને
પ્રકારનાં વેશચિહ્નો ધારણ કરવાનું અંતર કેમ રાખ્યું હશે ? હે બુદ્ધિમાન !
આપને અહીં સંશય થતું નથી ? (૩૧) આ પ્રમાણે બોલતા કેશમુનિને ઉદેશીને ગૌતમ આ પ્રમાણે બોલ્યા :
ખૂબ વિજ્ઞાનપૂર્વક સમય અને સાધુઓનાં માનસ જોઈને તે મહાપુરુષોએ આ પ્રમાણે ભિન્નભિન્ન ધર્મસાધને રાખવાનું વિધાન કરેલું છે.
નેંધ : ભગવાન પાર્શ્વનાથના શિષ્યો સરલ અને બુદ્ધિમાન હતા તેથી તે વિવિધ વસ્ત્રો પણ શરીરના આછાદન માટે છે, વિભૂષા અથે નથી તેમ માની અનાસક્ત ભારે ઉપયોગ કરી શકતા હતા. પરંતુ ભગવાન મહાવીરે જોયું કે આ કાર્યમાં પુષ્કળ નિમિત્તો મળવા છતાં આસક્તિ ન થવી તે અતિ અતિ કઠણ વસ્તુ છે. માટે જ પ્રમાણપૂર્વક અને સાદો વેશ રાખવા માટે ફરમાવ્યું. અર્થાત એ બધુ એ મહાપુરુષોએ વિચારપૂર્વક જ અવસર જોઈને કર્યું છે. (૩૨) સાદો વેશ રાખવાનું કારણ ઃ (૧) લેકમાં ભિન્નભિન્ન પ્રકારના
વિક અને વેશે પ્રવર્તી રહ્યા છે. તેમાં આ વેશ પરથી લોકોને પ્રતીતિ થાય કે આ જૈન સાધુ હશે. (૨) “હું સાધુ છું” તેવું પિતાને વેશથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org