________________
કેશિગૌતમીય
૧૫૩
નોંધ : ગૌતમ કેશીમુનિ કરતાં વયે નાના હતા. પરંતુ જ્ઞાનમાં મેાટા હતા. તે સમયે ગૌતમમુનિને ચાર જ્ઞાન હતાં. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન.
(૧૫) વિનય, ભક્ત તથા અવસરના જાણુકારી ગૌતમ સ્વાની શિષ્યસમુદાય સાથે કેશીમુનિ (પાર્શ્વ་નાથના અનુયાયી છે માટે)નું વડીલ કુળ જાણી તેમની પાસે તિન્દુક વનમાં પોતે જાતે આવ્યા.
ોંધ : ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર પહેલા થયા છે માટે તેના અનુયાયી પણ વડીલ ગણાય. તે વિનય બળવવા પાતે જ્ઞાની હોવા છતાં ત્યાં પધાર્યા. આ જ નમ્રતા અને જ્ઞાનપાચનનું ચિહ્ન છે.
(૧૬) શિષ્ય સમુદાય સાથે ગૌતમ સ્વામીને સ્વયં આવતા જોઈને કેશીકુમાર હર્ષોંઘેલા થઈ ગયા અને તેમનુ` આતિથ્ય સુંદર રીતે કરવા લાગ્યા.
નોંધ : વેશ અને સમાચારી ભિન્ન છતાં સભાગ-સાંપ્રદાયિક વ્યવહારનાં ભૂત ત્યાં નવાં નહિ. જ્યાં વિશુદ્ધ પ્રેમ ઉછળતા હોય અને સંપ્રદાયનેા કદાગ્રહ ન હોય ત્યાં તેવું વિષવાતાવરણ હોય જ શાનું? વાહ ! તે ક્ષણ કેવી અપૂ છે ? આવા સ ંતસમાગમની એક જ ક્ષણુ કરાડા જન્માનાં પાતકને લય કરી નાખે છે. (૧૭) કેશીકુમાર શ્રમણ ગૌતમ ભગવાનને આવતા દેખી ઉત્સાહથી તેમને અનુરૂપ અને પ્રાસુક (જીવરહિત શાલીનું, ત્રીહિતું, કોદરીનું અને રાળ નામે વનસ્પતિનું એમ) ચાર જાતનાં પરાળ (ધાસ) અને પાંચમુ ડાભ અને તૃણુનાં આસના લઈ લઈને કેશીમુનિ તથા તેમના શિષ્ય સમુદાય ગૌતમમુનિ અને તેમના શિષ્ય સમુદાયને તે પર બેસાડે છે.
(૧૮) તે વખતનું દૃશ્ય અનુપમ લાગતું હતું. કુમાર કેશીભ્રમણ અને મહા યશસ્વી ગૌતમમુનિ બન્ને જણુ ત્યાં બેઠાબેઠા જાણે સૂર્યાં અને ચંદ્ર જ ન બેઠા હાય ! તેવી રીતે શાલી રહ્યા હતા.
(૧૯) આ પરસ્પરના વિચારવાદનું કુતૂહલ જોવા માટે મૃગલા જેવા કે ક અજ્ઞ સાધુએ અને કુતૂહલી જના તથા પાખડીએ પણ હાજર થઈ ગયા હતા. તેમજ લાખાની સંખ્યામાં ગૃહસ્થ પણ ત્યાં એકઠા થયા હતા.
(૨૦) (ગગનમાગે` અદૃશ્ય રૂપે) દેવા, દાનવેા, ગાંધર્વો, યક્ષ, રાક્ષસેા, કિન્નર તથા અદશ્ય રહેલાં અનેક ભૂત પણ ત્યાં આ દૃશ્ય જોવા માટે એકઠા થયાં હતાં. (૨૧) તે વખતે પ્રથમ જ કેશીમુનિએ ગૌતમને ઉદ્દેશીને કહ્યું: હું ભાગ્યવંત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org