________________
કેશિતમીય
૧૫૧ ત્રણે જ્ઞાને અશુદ્ધ પણ હોઈ શકે છે અને જે અશુદ્ધ હોય તો અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગજ્ઞાન તરીકે ઓળખાય છે. મન:પર્યાય એ શુદ્ધ જ જ્ઞાન છે અને તે જ્ઞાન ઉચ્ચ ભૂમિકાના સંયમી યોગીને જ થાય છે. તે દ્વારા તે બીજાના મનની વાત બરાબર જાણી શકે છે. સર્વથી વિશુદ્ધ અને કેવળ આત્મભાન જ હોય છે તેને કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન તે કર્મનાં આવરણે સંપૂર્ણ બન્યા પછી જ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન ઉત્પન્ન થનારને જ સર્વજ્ઞ કહેવાય છે. તેવા સર્વજ્ઞ પુરુષોને સંસારમાં ફરીવાર જન્મ લેવો પડતો નથી. (જ્ઞાનના પ્રકારનું વિસ્તૃત વર્ણન નંદી વગેરે સૂત્રોમાં જોઈ લેવું.) (૪) તે શ્રાવસ્તી નગરીમાં નગર મંડળની બહાર એક તિન્દુક નામનું એકાંત
(ધ્યાનયોગ્ય ભૂમિ) ઉદ્યાન હતું ત્યાં પવિત્ર અને જીવરહિત ઘાસની શયા
અને આસને યાચી તે વિશુદ્ધ ભૂમિમાં તેણે વાસ કર્યો. (૫) તે સમયમાં વર્તમાન ઉદ્ધારક અને ધર્મતીર્થના સંસ્થાપક એવા જિનેશ્વર
ભગવાન વર્ધમાન આખા વિશ્વમાં સર્વજ્ઞ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. (૬) લેકમાં જ્ઞાન પ્રદ્યોતથી પ્રકાશના પ્રદીપરૂપ તે ભગવાનના શિષ્ય જ્ઞાન તથા
ચારિત્રના પારગામી એવા મહા યશસ્વી ગૌતમ હતા. (૭) બાર અંગોના પ્રખર જ્ઞાતા તે ગૌતમ પ્રભુ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
ધ : અદ્યાપી તે બાર અંગેમાંનાં અગિયાર વિદ્યમાન છે અને એક દષ્ટિવાદ નામનું અંગ ઉપલબ્ધ થતું નથી. તે અંગોમાં પૂવતીર્થકરોનાં અને ભગવાન મહાવીરનાં અનુભવી વચનામૃત છે. (૮) તે નગર મંડળની સમીપ એક કોષ્ટક નામનું ઉઘાન હતું. ત્યાં વિશુદ્ધ સ્થાન
અને તૃદિની આચત્ત શસ્યા યાચી નિવાસ કર્યો. (૯) એ પ્રમાણે શ્રાવસ્તી નગરીમાં કુમાર શ્રવણ કેશી મુનિ અને મહા યશસ્વી
ગૌતમ મુનિ એ બન્ને જણ સુખપૂર્વક અને ધ્યાનમગ્ન સમાધિપૂર્વક રહેતા હતા.
નેંધ : તે સમયે ગામની બહારના ઉદ્યાનોમાં ત્યાગી પુરુષો નિવાસ કરતા. ગામમાં જઈ ભિક્ષા માગી સંયમી જીવન ગુજારતા. (૧૦) એકદા (ભિક્ષાચરી કરવા નીકળેલા) તે બનેના શિષ્ય સમુદાય કે જે પૂર્ણ
સંયમી, તપસ્વી, ગુણી અને જીવરક્ષક (પૂર્ણ અહિંસક) હતા. તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org