________________
ઉત્તરાયયન સૂત્ર પરસ્પરના એક જ ભાગ હોવા છતાં વેશ અને બાહ્ય ક્રિયા ભિન્ન જેવાથી
પરસ્પર વિચાર ઉભળે. (૧૧) આ ધમ વળી કેવો? અને અમે પાળીએ છીએ તે ધર્મ કે ? આ
આચાર ધર્મની ક્રિયા કેવી અને અમે પાળીએ છીએ તે કેવી ?
બેંધઃ ભગવાન પાર્શ્વનાથને કાળ ઋજુ અને પ્રાજ્ઞ કાળ હતો. તે વખતનાં મનુષ્યો સરળ અને બુદ્ધિમાન હતાં અને તેથી તે પ્રકારની ધમ રચના પ્રવર્તતી હતી. તે વખતે માત્ર ચાર વ્રત હતાં. વસ્ત્રો પણ રંગીન મનહર વપરાતાં. કારણ કે સુંદર વસ્ત્રપરિધાનમાં કે જીણું વસ્ત્ર પરિધાનમાં મુક્તિ નથી. મુક્તિ તો નિરાસક્તિમાં છે. તેમ ધારી તે વખતે તે પ્રણાલિકા ચાલી હતી અને આજ સુધી વિદ્યમાન હતી. એક જ જિનધર્મને માનવા છતાં બાહ્ય ક્રિયામાં આટઆટલું અંતર શાથી ? તે શંકા થવી સ્વાભાવિક જ છે. એ બને ગણધરે તો જ્ઞાની જ હતા તેને આ વસ્તુમાં કંઈ મહત્ત્વ કે નિકૃષ્ટત્વ નહોતું લાગતું પરંતુ આવી શંકા શિષ્યવગને થાય તે સ્વાભાવિક હતું. તેનું સમાધાન કરવા માટે પરસ્પર મિલન કરી સમન્વય કરી લે તે પણ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચક્તા જ સૂચવે છે. (૧૨) ચાર મહાવ્રતરૂપ ધર્મ કે જે ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે અને પાંચ મહા
વ્રતરૂપ ધમ ભગવાન મહાવીરે કહ્યો છે, તે તે ભેદને હેતુ શો ? (૧૩) વળીઅપધિ (વેત વસ્ત્ર અને અવસ્ત્ર) વાળો આ સાધુ આચાર કે જે
ભગવાન મહાવીરે ફરમાવ્યો છે, અને આ પચરંગી વસ્ત્રો પહેરવાને સાધુ આચાર કે જે ભગવાન પાર્શ્વનાથે બતાવ્યું છે તે બન્નેમાં તથ્ય શું ? આવું અંતર શા માટે ? જો બન્નેનાં એક જ ય છે તે ક્રિયાભેદ પણ શા સારુ !
નેધ : તે વખતે બન્ને પ્રકારના મુનિવરે હતા. જેમાંના એક જિનકલ્પી અને બીજા સ્થવિર કપી કહેવાતા. જિનકલ્પી સાધુઓ દેહાધ્યાસ છોડી કેવળ આત્મપરાયણ રહેતા. સ્થવિર કપીઓનું કામ તેથી વિશેષ કપરું હતું. તેમને સમાજના સંગમાં રહેવા છતાં નિરાસતપણે કામ કરવાનું હતું અને આત્મકલ્યાણ અને પર કલ્યાણ બને હેતુ જાળવી આગળ વધવાનું હતું. તેઓ સ્વલ્પ પરિગ્રહ રાખતા પણ તેમાં મમત્વ ન રાખતા. તે પરિગ્રહ રાખીને પણ જિનકપીને મહાન આદર પામે તેવી આભાની ઉજજવલતા અને જાગૃતિ સતત રાખતા. (૧૪) કેશમુનિ અને ગૌતમ મુનિ એ બન્ને મહાપુરુષોએ પિતાના શિષ્યોને આ
સંશય જાણીને તેનું નિવારણ કરવા માટે સમુદાય સહિત પરસ્પર સમાગમ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org