________________
-મહા નિચથીચ
૧૩ પણ નાથ બની શકે. બહારનાં બંધનોથી કોઈને છોડાવવાં તે કંઈ સાચી રક્ષા ન કહેવાય. પીડાતા પ્રાણીને આંતરિક બંધનોથી છોડાવવાં તે જ સાચુ રવામિત્વ ગણાય. આવી સનાથતા એ જ સાચી સનાથતા. આ સિવાયની બીજી બધી અનાથતા જ સમજવી. (૩૬) (હે રાજન !) કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદી અને કૂટશાલ્મલી
વૃક્ષ જે દુઃખદાયી તથા કામદુઘા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે,
નેધ : આ જીવાત્મા પિતાનાં પાપકર્મો વડે નરકગતિ જેવાં અનંત દુઃખોને ભોગવે છે. અને તે જ સત્કર્મ વડે સ્વર્ગાદિ ગતિનાં વિવિધ સુખ ભોગવે છે. (૩૭) આ આત્મા પોતે જ સુખ અને દુઃખને કર્તા અને ભક્તા છે. અને આ
આત્મા પોતે જ સુમાગે રહે તે પોતાને મિત્ર અને કુમાર્ગે રહે તે પોતે જ પિતાને શત્રુ છે. આવી રીતે પોતાની પૂર્વાવસ્થાની પ્રથમ અનાથતા
કહીને હવે બીજા પ્રકારની અનાવતા કહે છે : (૩૮) હે રાજન કેટલાક કાયર મનો નિયથ ધર્મને અંગીકાર તે કરી લે છે
પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. હે નૃપ ! તું તે
વસ્તુને બરાબર શાન્ત ચિત્તથી સાંભળ. (૩૯) જે પાંચ મહાવ્રતને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી
શકતો નથી અને પિતાના આત્માને અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તે ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી.
નોંધ : પ્રવ્રજ્યાનો હેતુ આસકિતનાં બીજક ઉખેડવાનો છે. વસ્તુ છોડવી સહેલી છે. પણ વસ્તુની આસકિત છેડવી કઠણ છે. માટે મુનિએ સતત તે જ પ્રયત્ન કરવો જોઈએ. (૪૦) ૧. ઉપયોગપૂર્વક ગમનાગમન ૨. ભાષા ૩. એષણું (ભજન વસ્ત્ર વગેરે
ગ્રહણ કરવાની વૃત્તિ). ૪. ભોજન પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું અને ૫. વધેલી આવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો. આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતો નથી તે વીરપુરુષે આચરેલા (જિન)
માર્ગમાં જઈ શકતા નથી. (૪૧) જે લાંબા કાળ સુધી મુશ્ક (સાધુવ્રતની ક્રિયા) રુચિ થઈને પણ પિતાનાં
ત્રતનિયમમાં અસ્થિર થઈ જાય છે. અને તપશ્ચર્યાદિ અનુદાનથી ભ્રષ્ટ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org