________________
રથનેમીય (૪૨) અપયશના અભિલાષિન! તને ધિક્કાર હો ! કે જે તે વાસનામય જીવન
માટે વમેલા ભોગોને ભેગવવા ઈચ્છે છે. એવા પતિત છવન કરતાં તારું
મૃત્યુ વધારે ઉત્તમ છે. (૪૩) હું ભોજવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું. અને તું
અંધકવિષ્ણુને પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવાં થઈએ ! એ સંયમીશ્વર ! નિશ્ચલ થઈ સંયમમાં સ્થિર થા.
નેધ : શ્રી હરિભદ્રસૂરિના કથન પ્રમાણે હૈં. હર્મન જે કેબી પિતાની પ્રસ્તાવનામાં લખે છે કે ભેગાસજ એ અશુદ્ધ રૂપ છે. પરંતુ તેને બદલે ભોજરાજ -જોઈએ. આ ભોજરાજનું અપર નામ જ ઉગ્રસેન છે અને અંધકવિષ્ણુનું અપર નામ જ સમુદ્રવિજ્ય છે. આથી તે બન્ને વ્યક્તિઓ ભિન્નભિન્ન નથી પણ એક જ છે. (૪૪) હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જે આમ
કામભોગોની વાંછના રાખ્યા કરીશ તે સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ
પવનથી ઊખડી જાય છે તેમ તારે આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. (૪૫) . જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોને ધણી નથી પણ લાકડીને
ધણી છે અને ભંડારી દ્રવ્યનો ધણી નહિ પણ ચાવીને ધણી છે તેમ તું પણ જે વિષયાભિલાષી રહીશ તો સંયમ પાળવા છતાં ચારિત્રનો ધણી નહિ
પણ વેષને જ માત્ર ધણું રહીશ. (૪૫) વ. માટે હે રથનેમિ! ક્રોધ, માન, માયા અને લોભને દબાવી તારી પાંચે
ઈદ્રિયોને વશ કરીને તારા આત્માને કામભોગોમાંથી પાછો વાળ. (૪૬) બ્રહ્મચારિણી અને સાધવીનાં આ આતમર્પશી અને સચોટ વચનોને સાંભળી
જેમ અંકુશ વડે મદોન્મત્ત હાથી વશ થાય તેમ રથનેમિ શીધ્ર વશ થયા ' અને સંયમધર્મમાં બરાબર સ્થિર થયા.
નોંધ: ત્યાં હાથીરૂપ રથનેમિ; મહાવતરૂ૫ રામતી અને અંકુશરૂ૫ વચન હતાં. રથનેમિને વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયો અને પિતાનું ભાન થવાથી તે પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રને પ્રભાવ શું ન કરે !
ધન્ય છે એ જગજનની બ્રહ્મચારિણી મૈયાનો. માતૃશક્તિનાં આ દિવ્ય આંદોલન આજે પણ સ્ત્રીશક્તિની ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યાં છે. (૪૭) રથનેમિ આજથી મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય
બની ગયા. તથા જીવનપર્યત પોતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણુત સુધી અડગ નિભાવી રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org