________________
રથનેમીય
૧૪૫
નંધ: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એ ત્રણની પૂર્ણ સાધના થયેથી જેનદર્શન મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની ઓળખાણું. દર્શન એટલે આત્મદર્શન અને ચારિત્ર એટલે આત્મરમણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિગત થતી જાય તેમ તેમ કર્મનાં બંધનો શિથિલ થાય અને કર્મોથી સાવ મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય. (૨૭) એ પ્રમાણે બળભદ્ર, કૃષ્ણ મહારાજ, યાદવો અને ઈતર નગરજને અરિક
નેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા. (૨૮) આ તરફ તે રાજકન્યા રાજીમતી; અરિષ્ટનેમિએ એકાએક દીક્ષા લીધી તે
વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શોકના ભારથી
મૂર્શિત થઈ જમીન પર ઢળી પડી. (૨૯) સ્વસ્થ થયા પછી રામની ચિંતવવા લાગી કે હું જેનાથી તજાઈ તે યુવાન
રાજપાટ અને ભોગસુખને ત્યજી યોગી બન્યા. અને હું હજીયે અહીં જ છું.
મારા જીવનને ધિક્કાર છે. ભારે દીક્ષા લેવી તે જ કલ્યાણકારી છે. (૩૦) ત્યારબાદ પૂર્ણ વૈરાગ્યથી પ્રેરિત થઈ ધીરજવાળી તે રામતીએ કાળા
ભમર જેવા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળનું પોતાની મેળે જ લુંચન
કર્યું અને ગિની બની ગઈ. (૩૧) કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય રામતીને કહ્યું કે હે પુત્રી ! આ
ભયંકર એવા સંસાર સાગરને જલદી જલદી તરી જજે. (૩) તે બ્રહ્મચારિણી અને વિદુષી રાજીતી દીક્ષિત થઈ ત્યારે તેની સાથે ઘણી
સાહેલીઓએ અને સેવિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. (૩૩) એકદા ગીરનાર પર્વતમાં જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રામતીનાં
ચીવર ભીંજાયાં અને અંધકાર થવાથી એક પાસેની ગુફામાં જઈને ઊભાં રહ્યાં.
નોંધ : અકસ્માતથી જે ગુફામાં રાજીમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિ કે જે યૌવનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા. (૩૪) ગુફામાં કેઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજમતી સાવ નગ્ન થઈ
પિતાનાં ભીંજાયેલાં ચીવર મોકળાં કરવા લાગ્યાં. આ દશ્યથી રથનેમિ ઉ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org