________________
૧૪૩
ઉત્તાધ્યયન સત્ર
એકાએક રાજીમતીએ પણ
તેમા (વિયાકુળ) થઈ ગયા. તેવામાં જ
દીઠા.
ૉંધ : એકાંત અતિ ભયંકર વસ્તુ છે. ખીજકરૂપ રહેલા વિકાર એકાંતમાં રાખવામાં છુપાયેલા અગ્નિની માફક ઝળકી ઊઠે છે. સ્ત્રી અને પુરુષને આકસ્મિક સહવાસ પણ અડેલ યાગીને ચલિત બનાવે છે. ઊંચે ચડેલા રથનેમિ આવા લેશ નિમિત્તથી ક્ષણવારમાં નીચે પટકાઈ પડે છે.
(૩૫) (રથનેમિ જોતાં વાર જ) એકાંતમાં તે સંયમીને જોઈને રાજીમતી ભયભીત બની ગઈ. (અજાણતાં મુનિ સમક્ષ નગ્ન બની જવાયું એ) ભયથી ક`પવા લાગી. અને પેાતાના બન્ને હાથથી ગેાપન કરી બેસી ગઈ.
નોંધઃ વસ્ત્રો દૂર પહેાળાં કર્યાં હતાં. સ્થળ એકાંત હતુ ં. અબળાજાતિગત લા અને ભયની લાગણીઓનું ક્રૂ જામ્યુ હતુ. આ વખતે તેણે એસી જઈ પેાતાના બન્ને હાથથી મટબદ્ધ આસન બનાવી પેાતાનાં બધાં ગુહ્ય અંગે ગેાપવી લીધાં, છુપાવ્યાં.
(૩૬) તે વખતે સમુદ્રવિજયના અ ંગજાત રાજપુત્ર રથનેમિ રાજીમતીને ભયભીત થયેલી જોઈ આ પ્રમાણે ખેલ્યા :
(૩૭) હું સરલે ! હું રથનેમિ છું. હે રૂપવતી! હે મંજુલ ભાષિણી ! મારાથી લેશમાત્ર તમને દુ:ખ નહિ થાય. હે કેમલાંગિ ! મને સેવે.
(૩૮) આ મનુષ્યભવ દુલ`ભ છે. માટે ચાલે, આપણે ભાગે ને ભાગવીએ. તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી નુક્ત–ભાગી થઈ આપણે બન્ને જિનમાગને આચરીશુ. (સંયમ ગ્રહણ કરીશું).
(૩૯) આવી રીતે સંયમમાં કાયર અને વિકાર જીતવાના ઉદ્યોગમાં સાવ પરાભવ પામેલા તે રથનેમિને જોઈને રાજીમતી સ્વસ્થ થયાં. સ્ત્રીશક્તિથી પોતાના આત્માને ઉન્નત બનાવી તે જ વખતે પેાતાનાં વસ્ત્રોને લઈ શરીર આચ્છા દિત કર્યું....
(૪૦) પેાતાની પ્રતિજ્ઞા અને વ્રતમાં દૃઢ થતાં અને પોતાની જાતિ, કુળ અને શિયળનું રક્ષણ કરતાં તે રાજકન્યા રથનેમિને ઉદ્દેશી આ પ્રમાણે ખેલ્યાં : (૪૧) ૧. કદાચ તું રૂપમાં સાક્ષાત્ કામદેવ હા, લીલામાં સાક્ષાત્ નળકુબેર હા કે પ્રત્યક્ષ શક્રેન્દ્ર હા, તેા પણ હું તને ન ઇચ્છું.
(૪૧) વૈં. અગ ંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પી ઝળહળતી અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે. પણ વસેલું વિષ ફરીથી પીવાનું ઇચ્છતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org