________________
૧૪૪
ઉત્તરાદયયન સુ વૈરાગ્ય પ્રબળ જ થતું ગયો. વરસીદાન (પ્રત્યેક તીર્થકર દીક્ષા લીધા પહેલાં એકવર્ષ સુધી મહામૂલા દાન કરે છે તે) દઈ આખરે એક હજાર સાધકો સાથે દીક્ષિત થયા. (૨૧) નેમિનાથે ઘેર આવી જેવું ચારિત્ર લેવાનું મન કર્યું કે તે જ વખતે તેમના
પૂર્વ પ્રભાવથી પ્રેરાઈ દિવ્યઋદ્ધિ અને મોટી પરિષદ સાથે ઘણું (લેકાંતિક) દે ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલકમાં ઊતર્યા.
નોંધ : નેમિનાથ એ જૈનશાસનના ૨૪ તીર્થકર (સર્વોત્તમ ભગવાન) પૈકીના બાવીસમા તીર્થંકર હતા. ઘણું ભવોના તીવ્રતાર પુરુષાર્થ પછી જ તીર્થંકર પદપ્રાપ્ત થાય છે. જે સમયે તીર્થકર દેવ અભિનિષ્ક્રમણ કરે છે તે વખતે દેવગતિમાંના જે પ્રશસ્ત દેવ ત્યાં આકર્ષાય છે તે લેકાંતિક દેવ તરીકે ઓળખાય છે. (૨૨) આવી રીતે અનેક દેવો અને અનેક મનુષ્યના પરિવારથી વિંટાયેલા તે
નેમીશ્વર રતનની પાલખી પર આરૂઢ થયા. અને દ્વારકા (તેમના નિવાસસ્થાન)
નગરીથી નીકળી રૈવતક (ગીરનાર) પર્વતમાં આવેલા ઉદ્યાનમાં ગયા. (૨૩) ઉદ્યાને પહોંચ્યા પછી તુરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી ઊતરી
પડ્યા. અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રા નક્ષત્રમાં ત્યાં પ્રવ્રયા સ્વીકારી લીધી.
નંધ: શ્રીકૃષ્ણના આઠ પુત્રો બળદેવના ૭૨ પુત્ર, શ્રીકૃષ્ણના ૫૬૩ ભાઈએ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમિનાથના ૨૮ ભાઈઓ, દેવસેનમુનિ વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવ પુત્રો તથા આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજે તેને પુત્ર અને ત્રીજા વરદત એમ બધા મળી એકી સાથે એક હજાર પુરુષ સાથે ચિત્રા નક્ષત્રમાં ઘેરથી નેમિનાથ નીકળ્યા હતા. (૨૪) (પાલખીથી ઊતર્યા પછી) પ્રવ્રજ્યા લેતી વખતે શીધ્ર તેણે સુગંધમય,
સુકોમળ અને વાંકડિયા વળેલા કેશને તુરત જ પિતાને હાથે જ પાંચ
મુષ્ટિઓથી લુચન કર્યું અને સમાધિપૂર્વક સાધુતા સ્વયં સ્વીકારી લીધી. (૨) જિતેન્દ્રિય અને મુંડિત થયેલાં તે મુનિશ્વરને વાસુદેવે કહ્યું : હે સંયતીશ્વર !
આપના ઈચ્છિત શ્રેય (મુક્તિ)ને શીધ્ર પામે. (૨૬) અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લોભતાના ગુણો
વડે આગળ અને આગળ વધે. (આ કેવું સુંદર આશીર્વચન છે ! સાચે સંબંધ આને જ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org