________________
રથનેમીય
૧૪૩ નેંધ : આ પ્રાણીઓ લગ્ન નિમિતે ભોજન માટે રાખવામાં આવ્યાં હતાં કારણ કે તે વખતે કેટલાક ક્ષત્રિય રાજાઓ કે જે જૈન ધર્મને પામી શક્યા ન હતા તે આવી અનર્થ હિંસા કરતા હતા. (૧૫) માંસ ભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહેચેલા એવાં
પ્રાણુઓને જોઈને તે બુદ્ધિમાન નેમિનાથ સારથિને સંબોધીને આ
પ્રમાણે બોલ્યા : (૧૬) ચુખનાં ઈચ્છુક એવાં આ પ્રાણીઓને શા સારુ વાડામાં અને આ પાંજરા
એમાં રુધી રાખ્યાં હશે ? (૧૭) આ સાંભળીને સારથિએ કહ્યું : એ બધાં નિર્દોષ જી આપના જ આ
વિવાહકાર્યમાં આવેલા લોકોને જમાડવા સારુ અહીં ગોંધી રાખ્યાં છે. (૧૮) “તમારા લગ્ન નિમિત્તે પણ ઘણા જીવોને વિનાશ !” આ વચન સાંભળીને
સર્વ જીવો પર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નેમિરાજા ખૂબ જ વિચારમાં
પડી ગયા. (૧૯) જે મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ છવો હણાઈ જતા હોય તે
તે વસ્તુ મારે માટે આ લેક કે પરલોક ઉભયમાં લેશ માત્ર કલ્યાણકારી નથી.
નંધ: અનુકંપા વૃત્તિના દિવ્યપ્રભાવે તેના હૃદયને હલમલાવી મૂક્યું પ્રથમ તેણે વિચાર્યું કે લગ્નક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા ! લેશ રસાસ્વાદમાં આટલો અનર્થ ! સંસારનાં પામર જીવે શું અન્યનાં દુઃખ પારખવાની લાગણી સાવ ખોઈ બેઠા હશે ? આ સામાન્ય વિચાર પણ તેમને કેમ સ્કુરતો નહિ હોય? ખરેખર જ્યાં તે દૃષ્ટિ જ નથી ત્યાં વિચાર શાના હોય?
જ્યાં અંધ અનુકરણું છે ત્યાં વિવેક ક્યાંથી જન્મે ? આવા અનર્થ સંયોગોથી શે લાભ ? આવા સંબંધોમાં પતન સિવાય ઉન્નતિ કયાં હતી ? આવા ગંભીર ચિંતનના પરિણામે તેને તીવ્ર નિદ થયો. સંસારની આસક્તિ ઊડી ગઈ રમણીના કોમળ પ્રલોભનો ચેપ તેને લેભાવી ન શક્યો. (૨૦) તુરત જ તે યશસ્વી નેમિનાથે પોતાના કાનનાં યુગલ (બન્ને) કુંડલ, લગ્નનું
ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથિને અર્પણ કર્યા અને ત્યાંથી જ પાછા વળી ગયા.
નેધ: ઐતિહાસિક નોંધ મળે છે કે નેમિનાથ તે જ સમયે આગળ ન વધતાં ઘર તરફ પાછા વળ્યા. એકાએક આવી જાતના પરિવતને તેમના સ્નેહીજનેને અસહ્ય ખેદ ઉપજાવ્યો. પછી તો બહુ બહુ કહેવા છતાં પાછા ન વળ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org