________________
રથનેમીય
૧૪૧
તે જ વખતે લગ્નના હર્ષ સુકાઈ ગયા. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભોગવિલાસ એ બધું તજી મહાગી થયા.
સહજ વિચાર જીવનના કેવા પલટા કરી મૂકે છે? સાવધ થયેલ આત્મા શું નથી કરી શકતા ?
ભગવાન બોલ્યા : (૧) પૂર્વે શૌર્યપુર (સેરીપુર) નામના નગરમાં રાજલક્ષણેથી યુક્ત અને મહાનઃ
ઋદ્ધિમાન એક વસુદેવ નામના રાજા થઈ ગયા હતા.
નોંધ : આ કથા સંબંધ વખતે તે રાજગાદી પર આવ્યા ન હતા અર્થાત, યુવરાજ હતા. | (૨) તેને દેવકી અને રોહિણી નામની બે સ્ત્રીઓ હતી. અને તે પૈકી રોહિણીને
બલભદ્ર (બલદેવ) અને દેવકીને કૃષ્ણવાસુદેવ એવા બે મનહર કુમારો હતા. (૩) તે જ શૌર્યપુર નગરમાં બીજા પણ એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી
યુક્ત એવા સમુદ્રવિજય નામે રાજા હતા. (૪) તેમને શિવા નામે પત્ની હતાં. અને તેની કૂખેથી જન્મેલ એક મહા યશસ્વી
આખા લેકનો નાથ અને ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ.
નામને ભાગ્યવંત પુત્ર હતો. (૫) તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમ જ સુસ્વરથી યુક્ત અને
(સાથિયા, શંખ, ચક્ર અને ગદા વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણેથી.
સહિત હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું અને શરીરનો વર્ણ શ્યામ હતા. (૬) તેઓ વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન (ચારે બાજુથી
જે શરીરની આકૃતિ સમાન હોય તે) વાળા હતા. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તે નમીશ્વર સાથે પરણાવવા માટે કેશવ (શ્રીકૃષ્ણ) મહારાજાએ રાજીમતી નામની કન્યાનું માગુ કર્યું.
નેંધ : સંઘયણ એટલે શરીરને બાંધો. તે બાંધાઓ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી વઋષભનારાચસંઘયણ સર્વ શ્રેષ્ઠ છે. તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે રહી શકે છે. નેમિરાજ બાળપણથી જ સુસંસ્કારી હતા. ગૃહસ્થાશ્રમ ભોગવવાની તેમને લેશમાત્ર ઈચ્છા ન હતી. તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org