________________
૧૩૯
સમુદ્રપાલીય (૨૪) પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનાં કર્મોને ખપાવીને શરીર અધ્યાસથી
સર્વ પ્રકારે છૂટી ગયા. (શૈલેશી અવસ્થા પામ્યા). અને આ સંસારસમુદ્રની પાસે જઈને સમુદ્રપાલ અપુનરાગતિ (અપુનરાગમન) અર્થાત સિદ્ધગતિને પામ્યા.
નેધ : શૈલેશી અવસ્થા એટલે અડોલ અવસ્થા. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મા યોગીશ્વરની થાય છે. અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તરત જ તે આત્મસિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
સરળ ભાવ, તિતિક્ષા, નિરભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશંસા બન્ને સ્થિતિમાં સમાનતા, પ્રાણું માત્ર પર સમભાવ, એકાંતવૃત્તિ અને સતત અપ્રમત્તતા,-. આ આઠ ગુણો એ ત્યાગધર્મની ઈમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપકવ અને પુષ્ટ તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અનંતભવની વાસનામય દુગધ નષ્ટ ભ્રષ્ટ થઈ જીવાત્મા ઊંચી ને ઊંચી ભૂમિકામાં જઈ આખરે અંતિમ લક્ષ્યને પામી જાય છે.
એમ કહું છું. એ પ્રમાણે સમુદ્રપાલીય નામનું એકવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org