________________
અદયયન : બાવીસમું
રથ ને મીચ રથનેમિનું અધ્યયન
શરીર, સંપત્તિ અને સાધનો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પુણ્યાનુબંધી પુણ્ય હોય તે પ્રાપ્ત થયેલાં સાધને સન્માર્ગે જ જાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે.
શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળ આત્મા ભાગના પ્રબળ પ્રભમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે સહેજે છટકી જાય છે.
નેમિનાથ કૃષ્ણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉપાદાન શુદ્ધ થયું હતું. તેને અંતરાત્મા ફટિક જે ઊજળો હતો. હજુયે તેને ઉનત દશામાં જવું હતું તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું.
ભર યૌવન, સર્વાગ સૌમ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું ન હતું. પરંતુ કૃષ્ણમહારાજના અતિ આગ્રહવિશાત્ તેમનું સગપણ ઉગ્રસેન મહારાજની રંભા સમાન સ્વરૂપવતી પુત્રી રાજુમતી સાથે થયેલું.
ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે તે કુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશઓના પોકાર સાંભળી સારથિને પૂછયું કે આ બિચારાં શા સારુ પીડાય છે? સારથિએ કહ્યું : પ્રભુ ! એ તો આપના લગ્નમાં આવેલા મીજમાનના ભોજન માટે બાંધી -રાખ્યાં છે.
મારા લગ્ન નિમિત્તે આ ઘેર હિંસા ? તેજીને ટકોરે બસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org