________________
૧૩૮
ઉત્તરાયયન સૂત્ર (૧૬) મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાય હોય છે. માટે ભિક્ષએ તેનું જ્ઞાનપૂર્વક
સમાધાન કરવું. અને મનુષ્ય, પશુ કે દેવોના અતિ અતિ ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા.
ને ? અહીં લેકચિ અને લેકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનો સમન્વય કરવાનું બતાવી ત્યાગીની ફરજ સમજાવી છે. (એ પ્રમાણે પાલિત નામના મુનિ વિચરતા હતા.) (૧૭) જ્યારે દુઃખે કરીને સહી શકાય તેવા પરિષહ (વિવિધ સંકટો) આવે છે
ત્યારે કાયર સાધકે શિથિલ થઈ જાય છે. પરંતુ લડાઈને મોખરે રહેલા - હાથીની પેઠે તે ભિક્ષુ (પાલિત) જરા પણ ખેદ પામ્યા ન હતા. (૧૮) તે જ પ્રમાણે આદર્શ સંયમી ઠંડી, તાપ, ડાંસ, મચ્છરના સ્પર્શે કે વિવિધ
રોગે જ્યારે શરીરને સ્પશે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું
પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણું કષ્ટો સહી કર્મોને ખપાવે. (૧૯) વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેષ અને મોહને છોડીને જેમ વાયુથી મેરુ કંપતો
નથી તેમ પરિષહોથી કંપે નહિ, પણ પિતાના મનને વશ રાખી તે બધું
સમભાવે સહન કરે. (૨૦) ભિક્ષુએ ન ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું. ન પૂજન ઇચ્છવું કે ન નિન્દા
કરવી. પરંતુ સમુદ્રપાલની પેઠે સરળ ભાવ સ્વીકારીને રાગથી વિરક્ત રહી.
(જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા) નિર્વાણ માર્ગની ઉપાસના કરવી. (૨૧) (સાધુએ) સંયમને વિષે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવાર,
સંગથી દૂર રહેવું, આત્મ હિતચિંતક થવું. તેમજ શેક, મમતા અને પરિ
ગ્રહની તૃષ્ણ છેદી, સમાધિવંત થઈ પરમાર્થપદમાં સ્થિર થવું. (૨૨) આ જ પ્રમાણે સમુદ્રપાલ યોગીશ્વર આત્મરક્ષણ અને પ્રાણીરક્ષક બની
ઉપલેપ વિનાનાં અને પિતાને ઉદ્દેશીને નહિ બનાવેલાં એવાં જ એકાંત સ્થાનમાં વિચારે છે અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણ આચર્યાં હતાં તેને આચરે છે. તેમ જ આવી પડેલાં અનેક સંકટોને પોતાના
શરીર દ્વારા સહી લે છે. (૨૩) યશસ્વી અને જ્ઞાની એવા સમુદ્રપાલ મહર્ષિ નિરંતર જ્ઞાનમાં આગળ વધ્યા
અને ઉત્તમ ધર્મ (સંયમધમ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) જ્ઞાનના ધણી થયા. અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ મહીમંડલમાં આત્મતિથી એપવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org