________________
૧૩૬
ઉત્તરાથયન સુત્ર (૩) પિહુડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજ વણિકે પિતાની પુત્રી પરણાવી હતી. એમ ઘણો વખત જતાં તે બાઈ ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્નીને સાથે લઈ હવે તે (ઘણો વખત થઈ જવાથી) પિતાના દેશ તરફ આવવા નીકળે. (૪) તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને પ્રસવ કર્યો. તે બાલક
સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. (૫) તે વણિક શ્રાવક વગેરે બધી કુશળતાથી ચંપાનગરીમાં પિતાને ઘેર પહોચ્યાં,
અને તેને ઘેર તે બાળક સુખપૂર્વક ઉછરવા લાગ્યો. (૬) જેનારને વલ્લભ લાગે તે અને સૌમ્ય કાન્તિવાળે તે બુદ્ધિમાન બાળક
ક્રમપૂર્વક બેતેિર કળાઓમાં અને નીતિ શાસ્ત્રમાં પંડિત થયો. અને અનુક્રમે - હવે યૌવનને પણ પ્રાપ્ત થયો. (૭) પુત્રની યુવાન વય જોઈને તેના પિતાએ (અપ્સરા જેવી) રૂપવતી રૂપિણી
કન્યા સાથે તેને પરણું. તે સમુદ્રપાલ રમણુય મહેલમાં દોગુન્દક (વિલાસી)
દેવની પેઠે કીડા કરી રહ્યો છે અને ભગે ભોગવી રહ્યો છે. (૮) (આવી રીતે ભોગજન્ય સુખ ભોગવતાં ભોગવતાં કેટલાક કાળ (પછી)
એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયું છે. તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વચ્ચભૂમિ પર લઈ જવાતા એક ચોરને તેણે જોયો.
નેંધ : તે સમયમાં ફાંસી પર ચડાવતાં પહેલાં ખૂબ વિરૂપ ધામધૂમથી ગુનેગારને લઈ જવામાં આવતું હતું. તેના ચિહ્ન તરીકે ગળામાં કણેરની માળા, ફૂટેલે ઢોલ, ગર્દભ સવારી અને બંધન રાખવામાં આવતાં. (૯) તે ચેરને જોઈને ખૂબ વિચારે આવી ગયા અને વૈરાગ્યભાવે તે સ્વયં કહેવા
લાગે કે અહો ! કેવાં અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ ભોગવવાં પડે છે?
નેધ : “જેવું કરીએ તેવું પામીએ આ અચળ સિદ્ધાંત સમુદ્રપાલન અંગેઅંગમાં વ્યાપક થઈ ગયો. કર્મના અચળ કાયદાએ તેને કંપાવી મૂક્યો. ભોગજન્ય આ સુખોનાં પરિણામ શાં? હું શું કરી રહ્યો છું ? મારું અહીં આગમનનું પ્રયોજન શું ? આવી અનેક વિચારશ્રેણિઓ સતત જાગી ઊઠી. (૧૦) અને તે જ વખતે ઊંડા ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન જગ્યું,
સાચું તત્ત્વ સમજાયું અને પરમ સંગ જાગ્યો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતપિતાનાં અંતકરણ સંતુષ્ટ કરી આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા સ્વીકારી અને તે સંયમી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org