________________
અધ્યયન : એકવીસમું . સમુદ્રપાલીય
સમુદ્રપાલનું જીવન
વાવેલું અફળ જતું જ નથી. આજે નહિ તે કાળે કરીને પણ તે બીજ ફળવાનું જ છે. શુભ વાવી શુભ પામી શુદ્ધ થવું એ આપણુ જીવનનો હેતુ છે.'
સમુદ્રપાલે પૂર્વે વાવ્યું હતું. અને શુભ વાવી શુભસ્થાનમાં યોજાઈ, મનગમતાં સાધને પામ્યા. અને તેને ભેગવ્યાં પણ ખરાં ને તજ્યાં પણ ખરાં. પરંતુ તેને હેતુ તે કંઈક જુદું જ હતું. અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફાંસીને લાકડે જતા ચારને નિમિત્તરૂપ જે ન હોય તેમ તેને જોતાં જ તેની દષ્ટિનાં પડળો ખૂલ્યાં. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ તેની દષ્ટિ ગઈ. વાવેલું ઉદય આવ્યું, સંસ્કાર કુર્યા, પવિત્ર થવાની પ્રેરણ જાગી અને એ સમર્થ આત્માએ પોતાની સાધના પૂરી કરી.
ભગવાન બોલ્યા :
(૧) ચંપા (નામની) નગરીમાં પાલિત નામે એક સાર્થવાહ રહેતો હતો. તે
જ્ઞાતિને વણિક અને મહાપ્રભુ ભગવાન મહાવીરને શ્રાવક શિષ્ય હતે. (૨) તે શ્રાવક નિગ્રંથ પ્રવચન (શાસ્ત્રો)માં બહુ કુશળ પંડિત હતો. એકદા
વહાણ રતે પિહુડ નામના નગસ્માં તે વ્યાપાર માટે આવી રહ્યો હતો.
નોંધ : આ પિહુડ નગરમાં ઘણું વર્ષો સુધી તે રહ્યો હતો, ત્યાં તેના વેપારની સારી જમાવટ થઈ હતી. અને ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યાને પરણ્યો હતો. આ સંપૂર્ણ કથાને સંબંધ અન્ય ગ્રન્થોમાં વિસ્તર છે. જિજ્ઞાસુએ તે જોઈ લે. અહીં ખાસ આવશ્યક નેંધ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org