________________
મહા નિગ્રંથીય
૧૩૭ છે ત્યારે તેને વિચાર નથી આવતું. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે
ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે. (૪૯) એવા કુસાધુઓને ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેને પુરુષાર્થ પણ
વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને આ લોક કે પરલોકમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) બન્ને પ્રકારનાં દુઃખને ભોગ બની
જાય છે. (૫૦) જેમ ભેગરસતી લલુપી (માંસવાળી) પંખ બીજા હિંસક પક્ષી વડે
સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વચ્છંદી સાધુ જિનેશ્વર દેવના આ સન્માર્ગને વિરોધીને પછી મરણને બહુબહુ
પરિતાપ પામે છે. (૫૧) આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી મધુર શિખામણું સાંભળીને ડાહ્યા અને
બુદ્ધિમાન સાધકે દુરાચારીઓના માર્ગને દૂરથી જ છેડીને મહા તપસ્વી | મુનિશ્વરોના માર્ગે જવું. (૫૨) એ પ્રમાણે જ્ઞાનપૂર્વક ચારિત્રના ગુણોથી ભરપૂર એવો સાધક શ્રેષ્ઠ સંયમને
પાળીને તથા પાપરહિત બની પૂર્વ કર્મને હરાવીને આખરે સર્વોત્તમ અને
સ્થિર એવા મોક્ષસ્થાનને પામી શકે છે. (૫૩) આ પ્રમાણે કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર, દમતેન્દ્રિય, મહાતપસ્વી, વિપુલ યશસ્વી
અને દઢવ્રતવાળા મહામુનિશ્વરે (અનાથી–મુનિશ્વરે) સાચા નિર્ગથમુનિનું
મહાશ્રુત અધ્યયન અતિ વિસ્તારપૂર્વક શ્રેણિક મહારાજને કહી સંભળાવ્યું. ૪) સનાતાના સાચા ભાવને સાંભળી સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે
હાથ જોડી કહ્યું કે હે ભગવન ! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે
સમજાવી દીધું. (૧૫) હે મહર્ષિ ! ભલે તમને માનવજન્મ મળ્યો. ભલે તમે આવી કાંતિ, પ્રભાવ
અને સૌમ્યતા પામ્યા. જિનેશ્વરના સત્યમાર્ગમાં (શ્રમણ માર્ગમાં) વ્યવસ્થિત
રહેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છે. (૫૬) હે સંયમિન ! અનાથ જીના તમે જ નાથ છે. સર્વ પ્રાણીઓના આપ
જ રક્ષક છે. તે ભાગ્યવંત મહાપુરુષ! હુ આપની ક્ષમા યાચુ છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું.
નોંધ : સંયમી પુરુષની આવશ્યક્તાઓ બહુ ઓછી હોવાથી ઘણા જીવને તે દ્વારા રાહત મળે છે. તે પોતે અભય હોવાથી તેનાથી બીજા નિર્ભય રહી શકે છે. સારાંશ કે એક સંયમી કરોડોનો નાથ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org