________________
સમુદ્રપાલીયા
૧૩૭
(૧૧) મહાકલેશ, મહાભય, મહામહ અને મહાઆસક્તિના મૂળરૂપ લ૯મી તથા
સ્વજનના મેહમય સંબંધને છેડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને પાંચ મહાવ્રત તથા સદાચારને આરાધવા લાગ્યા. તેમ જ પરિષહને જીતવા લાગ્યા.
નેધ : પાંચ મહાવ્રત એ મુનિઓના મૂળ ગુણે છે. તેનું સ્થાન જીવનના અણુઅણુમાં હોવું ઘટે અને બાકીના ઉત્તર ગુણે છે, તેનો સંગ્રહ મૂળ ગુણની પુષ્ટિ માટે હોય છે. (૧૨) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને
અંગિકાર કરીને તે વિદ્વાન મુનિશ્વર જિનેશ્વરેએ ફરમાવેલા ધર્મમાં ગમન
જિનેશ્વરે ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું
તે નીચે બતાવે છે: (૧૩) ભિક્ષુએ આખા વિશ્વના સમસ્ત જીવ પર દયાનકડી અને હિતચિંતક
થવું. ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું. સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી જ રહેવું તથા ઈદ્રિયોને વશ કરી, પાપના યોગ
(વ્યાપાર) ને સર્વથા તજી દઈ સમાધિપૂર્વક ભિક્ષુધર્મમાં ગમન કરવું. (૧૪) જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી. દેશપ્રદેશમાં વિચરતા રહેવું.
કોઈપણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ કે શક્તિનું માપ કાઢી લેવું. કઈ કઠેર કે અસભ્ય શબ્દો કહે તો સિંહની માફક ડરવું નહિ કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ.
નેધ : ગમે તે ક્ષેત્રમાં હોવા છતાં સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતા રહેવું. ભિક્ષા ટાણે સ્વાધ્યાય કરો અને સ્વાધ્યાયને વખતે સૂઈ જવું એવી અકાળ ક્રિયાઓ ન કરતાં સર્વ સ્થળે વ્યવસ્થિત જ રહેવું. (૧૫) સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે
તે તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું. બધું પિતાના કર્મવશાત જ થાય છે. માટે નિરુત્સાહ ન થવું અને નિંદા થાઓ કે પ્રશંસા થાઓ તે સંબંધમાં કશું લક્ષ્ય આપવું નહિ.
ધ : પૂજાની ઈચ્છા ન રાખવી અને નિન્દાને મનમાં ન લાવવી. કેવળ સત્યશોધક થઈ સત્ય આચરણ કરતા રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org