________________
ઉત્તરાયયન સૂત્ર (૨૪) મારે માટે પિતાશ્રી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુઃખથી
છોડાવવાને અસમર્થ નીવડ્યા એ જ મારી અનાથતા. (૨૫) વાત્સલ્યના સાગરસમી માતા પિતાના વહાલા પુત્રના દુઃખથી ખૂબ
શેકાતુર થઈ જતી હતી. પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નહિ. એ જ
મારી અનાથતા. (૨) માતાના એક જ ઉદરમાંથી જન્મેલા નાના અને મોટા ભાઈએ પણ મને - દુઃખથી છોડાવી ન શક્યા એ પણ મારી અનાથતા. (૨૭) હે મહારાજ ! નાની અને મોટી મારી સગી બહેને પણ આ દુખથી મને
બચાવી ન શકી એ મારી અનાથતા નહિ તે બીજુ શું ? (૨૮) હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની
આંસુભર્યા નયને મારું હૃદય ભીંજવી રહી હતી. (૨૯) મારુ દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, - સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુધ્ધાં ભગવતી ન હતી. (૩૦) અને હે મહારાજ ! એક ક્ષણ પણ તે સહચારિણી અળગી થતી ન હતી.
આખરે (એટલી અગાધ સેવા વડે પણ) તે મારી આ વેદનાને હઠાવી ન
શકી તે જ મારી અનાથતા. (૩૧) આવી ચારેકેરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા
આ સંસારમાં આવી વેદનાઓ ભોગવવી પડે તે બહુ બહુ અસહ્ય છે. (૩૨) માટે આ વિપુલ વેદનાથી જે એક જ વાર હું મુકાઉ તે ક્ષાન્ત, દાન્ત
અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ. (૩૩) હે નરપતિ ! રાત્રિએ એમ ચિંતવીને હું સૂઈ ગયે. અને રાત્રિ જેમ જેમ
જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. (૩૪) ત્યારબાદ પ્રભાતે તે સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની
આજ્ઞા લઈને ક્ષાન્ત (સહિષ્ણુ) દાન્ત (દમિતેન્દ્રિય) અને નિરારંભી (પાપ
ક્રિયાથી રહિત) થઈ સંયમી બને. (૩૫) ત્યાગ લીધા પછી હું મારા પિતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો
તથા સ્થાવર (સ્થિર) છે; એ બધાનો પણ નાથ (રક્ષક) થઈ શકે.
નોંધ : આસક્તિનાં બંધન છૂટવાથી પિતાને આત્મા છૂટે છે. આવું આત્મિક સ્વાવલંબન એ જ સનાથતા. આવી સનાથતા સાંપડે એટલે બહારના સહાયની ઈચ્છા જ ન રહે. આવી સનાથતા પામે તે જીવાત્મા બીજા જીવોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org