________________
૧૨૯
ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન બોલ્યા: (૧) અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર - કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ. ધ્યાનપૂર્વક
મને સાંભળે.
નેધ : સંયત પદ; અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોનું બોધક છે. (૨) અપાર સંપત્તિના સ્વામી અને મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજા
મંડિત કુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યા. (૩) ભિન્નભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત વિવિધફળ અને પુષ્પથી
છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું. (૪) ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા, સુખને મેગ્ય, સુકોમળ, સમાધિસ્થ
અને સંયમી સાધુને જોયા. (૫) તે નૃપતિ યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય
પામે. (૬) અહો ! કેવી કાંતિ ! અહ કેવું રૂપ ! અહા ! એ આર્યની કેવી
સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભેગ પ્રત્યે અનાસક્તિ છે! (૭) તે મુનિનાં બનને ચરણોને નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે
અતિ પાસે નહિ તેમ ઊભા રહી હાથ જોડીને પૂછવા લાગ્યા. (૮) હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રત્રજિત કેમ થયા?
આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? આ વસ્તુને
સાંભળવા ઈચ્છું છું. (૯) (મુનિ બેલ્યા :) હે મહારાજ ! હું અનાથ છું. મારા નાથ (રક્ષક)
કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. (૧૦) આ સાંભળીને મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા. શું આવા
પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કેઈ સ્વામી ન મળે ?
નેધ : યોગીશ્વરનું ઓજસ જોઈ તેને સહાયક કેઈ ન હોય તે અસંગત લાગ્યું અને તેથી જ મહારાજાએ તેમ કહ્યું. . (૧૧) હે સંયમિન ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તે હું થવા તૈયાર
છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનોથી ઘેરાયેલા આપ - સુખપૂર્વક મારી પાસે રહો અને ભોગોને ભેગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org