________________
અધ્યયન : વીસમું મહા નિર્ચ થી ય મહા નિવ" મુનિ સબંધી
કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનાની વેદના તોડવાનાં શસ્ત્રો પણ મળી આવશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર કયાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કેઈ સામર્થ્ય કામ આવી શક્તાં નથી. પિતાના સનાથ માટે પિતે જ સાવધાન થવું ઘટે. બીજાં અવલંબને એ જાદુગરના તમાસા છે. આત્માનાં અવલંબન એ જ સાચાં સાથી છે.
અનાથી નામના રોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. રાજ્યઋદ્ધિ જેવી સમૃદ્ધિ, અપાર વિલાસો અને તરુણિનાં પ્રલોભન તથા માતાપિતાને અપાર સ્નેહ એ બધું તેમણે સબળતાથી છોડી દીધું હતું.
એકદા તરુણ વયના તે તેજસ્વી ત્યાગી, ઉદ્યાનમાં એકાંત “ધ્યાન ધરી રહ્યા હતા તે જ ઉદ્યાનમાં અકસમાતથી જઈ ચડેલો શ્રેણિક નામને રાજગૃહીને રાજવી ગીશ્વરની પ્રસન્ન મુખમુદ્રા, જળહળતી આત્મત અને તરુણવયની ત્યાગદશા જોઈ મુગ્ધ બન્યું. શું આવા યુવાનો પણ ત્યાગી હોય? એ વિચારે તેને બહુ બહુ ચકિત બનાવ્યું. એ ગીના વિશુદ્ધ આંદેલને શ્રેણિકના અંતઃકરણમાં જે ક્રાંતિ મચાવી તેનું નિરીક્ષણ કરવું મુમુક્ષુને અતિ અતિ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org