________________
મૃગાપુત્રીય
૧૨૫ (૮૭) સમૃદ્ધ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને
ખંખેરી નાખે તેમ બધાને તજીને તે નીકળી ગયે. (૮૮) પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની અત્યંતર
(આંતરિક) અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા.
નેધ : મહાવ્રત, સમિતિ અને ગુપ્તિનું વર્ણન આવી ગયું છે. તપશ્ચર્યાનું સવિસ્તર વર્ણન ત્રીસમા અધ્યયનમાં આવશે. (૮૯) મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છેડી ત્રસ તેમજ સ્થાવર જીવો
પર પિતાના આત્મા સમાન વર્તવા લાગ્યો. (૯૦) વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં જીવિતમાં કે મરણમાં,
નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમવતી બન્યા. (૯૧) ગર્વ, કષાય, દંડ, શલ્ય, હાસ્ય, ભય, શાક અને વાસનાથી નિવૃત્ત થઈ
સ્વાવલંબી બન્યા.
નોંધઃ દંડ ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, શલ્ય પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. કષાય ચાર છે કેધ, માન, માયા અને લેભ. (૯૨) આ લેક સંબંધી અને પરલેક સંબંધીની આશાથી રહિત થયા. ભજન
મળે કે ન મળે, કઈ શરીરને ચંદન લગાડે કે હણે – એ બને દશામાં
સમવતી થયા. (૩) અને અપ્રશસ્ત એવાં પાપના આત્મવથી (આગમનથી) સર્વ પ્રકારે રહિત
થયા. તેમજ આધ્યાત્મિક ધ્યાનના યોગ વડે કવાયાને નાશ કરીને પ્રશસ્ત
શાસનમાં સ્થિર થયા. (૪) એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના
આત્માને વિશુદ્ધ બનાવીને – (૫) ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણું) પાળીને એક માસનું અણુસણું કરી
શ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યા.
નેધ : અણસણ બે પ્રકારનાં હોય છે. (૧) મરણપર્યંત. આ અણસણ આયુધ્યનો અંતકાળ જાણું મરણપયતના કાળ સુધી કરવાનું હોય છે. (૨) કાળ મર્યાદિત. (૯) જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભોગથી તરુણ વયમાં નિવતી શક્યા તેમ તત્ત્વને
જાણનારા પતિ પુરુષે ભાગેથી સહસા નિવૃત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org