________________
મૃગાપુત્રીય
૧ર૩. (૬૫) વિશેષ કરીને દેશવાળી અને લેપવાળી જાળી વડે પક્ષી જેમ પકડાઈ જાય.
તેમ પરમધામિકેથી હું ઘણીવાર પકડાયો, લેપાયો, બંધાયો અને મારા
હતો. (૬૬) સુતારે જેમ વૃક્ષને છેદે તેમ કુહાડા કે ફરસીએ કરી પરમાધાર્મિકે એ મને
છેદ્યો અને મુંજની પેઠે) ફા, કૂટો અને છેલ્યા હતા. (૬૭) જેમ લુહારે ચપેટા અને ધણ વડે લોઢાને ફૂટે તેમ હું અનંતવાર કુટાયે,
ભેદાય અને મરાયો હતે. (૬૮) ખૂબ ભયંકર રુદન કરવા છતાં ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓને ખૂબ ' કળકળતાં તપાવી મને પરાણે પીવડાવ્યાં. (૬૯) (અને પાતાં પાતાં એ પરમધામિકોએ કહ્યું:) કરે અનાય કર્મના
કરનાર ! તને પૂર્વજન્મમાં માંસ બહુ પ્રિય હતું.” એમ કહીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કકડા કરી અગ્નિ જેવાં લાલ ભડથ બનાવી
બનાવીને મને ઘણુ વાર ખવડાવ્યાં. (0) વળી તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ સુરા (દારૂ) બહુ જ પ્રિય.
હતો” એમ સંભારીને મારા જ શરીરનું રુધિર અને ચરબી જાજ્વલ્યમાન
કરી મને પીવડાવી હતી. (૭૧) ભય સહિત ઉગ સહિત અને દુઃખ સહિત પીડાયેલા એવા મેં ઘણું
દુઃખથી ભરેલી આવી વેદનાઓ સતત અનુભવી હતી. (૭૨) નરનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહા ભયકારક, ઘર અને પ્રચંડ
વેદનાએ ઘણીવાર સહન કરી છે. (૭૩) હે તાત ! મનુષ્યલકમાં જેવી ભિન્નભિન્ન પ્રકારની વેદના અનુભવાય છે.
તે કરતાં નરકગતિમાં અનંત ગણી વેદનાઓ હોય છે. (૭૪) (હે માતાપિતા !) જ્યાં મટકું મારીએ તેટલે વખત પણ શાંતિ નથી
એવી સર્વ ભવમાં મેં અસાતા (અસુખ) વેદના અનુભવી છે. (૭૫) આ બધું સાંભળ્યા પછી માતાપિતાએ કહ્યું : હે પુત્ર! ભલે તારી ઈચ્છા.
હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડયે પ્રતિક્રિયા (દુ:ખને
હઠાડવાને ઉપાય) નહિ થાય. (૭૬) માતાપિતાને મૃગાપુત્રે કહ્યું આપ કહે છે તે સત્ય છે. પરંતુ હું આપને.
પૂછું છું કે જંગલમાં પશુ પક્ષીઓ વિચરતાં હોય છે તેની પ્રતિક્રિયા કોણ કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org