________________
ઉત્તરાદયયન સૂત્ર સેંધઃ અહીં અવિનીતનો અર્થ અક્તવ્યશીલ થાય છે. તેથી ચાલુ પ્રકરશુનુસાર અનાની પણ કહી શકાય. (૭) (૧) વારંવાર કોપ કરે છે, (૨) પ્રબંધને કરતા હોય છે, (૩) મિત્રભાવ '' કરીને વારંવાર વમી દે છે અને (૪) શાસ્ત્ર ભણીને અભિમાની બને છે.
નેધઃ એક બીજાઓની ખાનગી વાતો બીજા પાસે પ્રગટ કરવી તેને પ્રબંધ કહેવામાં આવે છે. (૮) (૫) જે ભૂલ કર્યા પછી પણ ન નિવારતાં ઢાંકયાં કરે છે. (૬) મિત્રો ઉપર પણ * કોપ કરે છે. (૭) વહાલા એવા મિત્રજનનું પણ એકાંતમાં બૂરું બોલે છે. (૯) તેમ જ (૮) અતિ વાચાળ, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) લોભી,
(૧૨) અસંયમી, સાથેના માણસે કરતાં, (૧૩) અધિક ભોગવનાર અને
(૧૪) અપ્રીતિ (શત્રુપણું) કરનાર હોય છે તે અવિનયી કહેવાય છે. (૧૦) નીચેનાં પંદર સ્થાને વડે સુવિનીત કહેવાય છે. (૧) નીચવતી (નમ્ર)
(૨) અચલ (૩) અમાયી (સરલ) (૪) અકુતૂહલી (કીડાથી દૂર રહેનાર)
નેંધ : નીચવતી– હું કંઈ જ નથી તેવી ભાવના. (૧૧) વળી જે (૫) પિતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) કોધ (કષાય)ની છે . ; વૃદ્ધિ કરે તેવા પ્રબંધને કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવને ભજે છે,
(૮) શાસ્ત્ર ભણુને અભિમાન કરતું નથી, (૧૨) (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) મિત્રો સાથી) પર કોપ કરતો
નથી, (૧૧) અપ્રિય એવા મિત્રનું એકાંતમાં પણ કલ્યાણકારી જ લે છે. - (૧૩) (૧૨) કલહ અને ડમર વગેરે ક્રીડાનું વજન કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત,
(૧૪) ખાનદાન, (૧૫) સંયમની લજજાવાળે તથા સંયમી હોય છે તે } : સુવિનીત કહેવાય છે. * ” ધ : ઉંમર એ એક પ્રકારની હિંસક ક્રીડા છે. (૧૪) જે હમેશાં ગુરુકુળમાં રહી યોગ અને તપશ્ચર્યા કરે છે, મધુર બેલનાર અને
શુભ કરનાર હોય છે તે શિક્ષા (જ્ઞાન) મેળવવાને લાયક છે.' (૧૫) જેમ શંખમાં પડેલું દૂધ બે પ્રકારે શોભે છે તે જ પ્રકારે (જ્ઞાની) ભિક્ષુ
ધમ–કીતિ અને શાસ્ત્ર બનેવડે (પ્રકારે) શેભે છે.
નેધ : શંખમાં પડેલું દૂધ દેખાવમાં સૌમ્ય લાગે છે તેમ બગડતું પણ નથી. તે જ રીતે જ્ઞાનીનું શાસ્ત્ર બહારથી પણ સુંદર રહે છે અને શાસ્ત્રાનુકૂલવર્તન થવાથી આત્માની પણ ઉન્નતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org