________________
૩૧.
ઉત્તરાયયત સૂર (૧૧) સારાંશ કે (૧) સ્ત્રીજનવાળું સ્થાન, (૨) મન ભાવે તેવી સ્ત્રીકથા, (૩)
સ્ત્રીઓને પરિચય અને (૪) સ્ત્રીઓનાં અંગોપાંગ જોયા કરવાં. (૧૨) (૫) સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, ગીત, રુદન, હાસ્ય, (૬) સ્ત્રી સાથે
ભગવેલા ભોગે તથા સ્ત્રી સંગાથે પૂર્વ જીવનમાં ભગવેલાં સ્થાને હોય તે બધું સંભારવું (૭) સરસ ભેજને ખાવાં કે (૮) મર્યાદા ઉપરાંત
ભેજને ખાવાં. (૧૩) (૯) કૃત્રિમ સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા અને (૧૦) દુધ
એવા પાંચ ઇન્દ્રિયોના ભોગે આ દશે વસ્તુઓ આમલેધક જિજ્ઞાસુને તાલપુટ (ભયંકર વિષ) ઝેર જેવી છે.
ધ : આ ત્રણ શ્લેકમાં પૂર્વકથિત વસ્તુઓ વધુ સ્પષ્ટ બતાવી છે. (૧૪) હમેશાં તપસ્વી ભિક્ષુએ દુજય એવા કામ ભોગને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ
થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાનાં સ્થાને પણ છોડી દેવાં. (૧પ) દૌર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી
બગીચામાં વિચરવું; અને ધમરૂપ બગીચામાં રક્ત થઈને ઈન્દ્રિયોનું દમન
કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ (દત્તચિત્ત) કેળવવી. (૧૬) દેવ, દાનવો અને ગાંધર્વ જાતિના દેવે યક્ષ, રાક્ષસે અને કિન્નરજાતિના
દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. | (દેવે પણું બ્રહ્મચારીના દાસ બને છે.) (૧૭) આ બ્રહ્મચર્ય રૂ૫ ધમ નિરંતર સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન
કરી અનેક જીવાત્માએ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે, એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
નેધ : આદર્શ બ્રહ્મચર્ય સૌ કોઈને માટે સુલભ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી. બ્રહ્મચર્ય મુમુક્ષુનું પગથિયું છે. મન, વચન અને કાયાથી યથાશક્ય બ્રહ્મચર્યનું આરાધન કરવું; બ્રહ્મચર્યની પ્રીતિ જાળવવી અને બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉપર કહેલા નિયમે પર લક્ષ્ય આપવું
એમ કહું છું, એમ બ્રહ્મચર્યનાં સમાધિ (રક્ષણ) સ્થાન નામનું સોળમું અધ્યયન
સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org