________________
સયતીય
૧૧૧ છું. અહો ! ખરેખર સંસારને ત્યાગી સંયમમાગને પામેલા પુરુષે દિનરાત્રી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યામાં જ વિચરવું જોઈએ.
ધ: આ પ્રમાણે સંયતિ રાજર્ષિએ બહુ મધુર રીતે સાધુની જીવની (જીવન વર્ણવી પિતે તે મુજબ ચાલે છે તેની પ્રતીતિ આપી વિનીત અર્થાત જેનશાસનને અનુકૂળ શ્રમણની વ્યાખ્યા કહી સંભળાવી. ક્ષત્રિય રાજર્ષિએ આ સાંભળી પિતાનું પણ તે જ મંતવ્ય છે. અને
આપણે બંને એક જ જિનશાસનના
અનુયાયીએ છીએ તેમ ખાતરી આપી કહ્યું : (૩૨) સાચા અને શુદ્ધ અંતઃકરણથી પૂછે તે હું પણ તે જ કહું છું જે વસ્તુ
તીર્થકર (જિનેશ્વર) દેવોએ બતાવી છે તે અપૂર્વજ્ઞાન જિનશાસનમાં ઝળકે છે. (૩૩) તે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે અક્રિયા (જડક્રિયાને છોડી ધીર સાધકે સાચા
જ્ઞાન સહિત ક્રિયાને આચરવી અને સમદષ્ટિથી યુક્ત થઈ કાયર પુરુષોને કઠિન એવા સધર્મમાં ગમન કરવું.
નોંધ : સમતિ દૃષ્ટિનાં ચશ્માં સીધાં હોય છે. તે કેઈના દોષો દેખતે નથી. માત્ર સત્યને શેાધક બની તેને જ આચરે છે. જૈનદર્શન જેમ જડક્રિયા (જ્ઞાનરહિત ક્રિયા)ને માનતું નથી તેમ શુષ્કજ્ઞાન (ક્રિયા રહિત પોપટિયું જ્ઞાન)ને પણ સ્વીકારતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર બન્નેની આવશ્યક્તા સ્વીકારે છે. (૩૪) મોક્ષરૂપી અર્થ અને સદ્ધર્મથી શોભતા એવા આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને
સાંભળીને પૂર્વકાળમાં ભરત નામના ચક્રવતીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય
અને દિવ્ય કામોગોને છેડીને ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો હતો. (૩૫) (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર સુધી અને ઉત્તર દિશામાં ચુલ
હિમવંત પર્વત સુધી જેની આણ હતી.) તેવા બીજા સગર ચક્રવતી પણ સાગરના છેડા સુધી રહેલા ભારત ક્ષેત્રના રાજ્યને તથા સંપૂર્ણ હકુમતને
છોડીને સંયમ અંગીકાર કરી મુક્તિ પામ્યા છે. (૩૬) અપૂર્વ ઋદ્ધિમાન અને મહા કીતિમાન એવા મધવ નામના ચક્રવતી પણ
ભરતક્ષેત્રનું રાજ્ય છેડી પ્રવજ્યા લેવાને સાવધાન થઈ ગયા હતા. (૩૭) ચોથા સનકુમાર નરેન્દ્ર ચક્રવતી કે જે મહા ઋદ્ધિવાળા હતા છતાં તેમણે
પણ પુત્રને રાજ્ય સોંપીને (સંયમ લઈ) તપશ્ચર્યાનો માર્ગ આદરી દીધો હતો. (૩૮) લેકને વિષે અપાર શાંતિ કરનારા પાંચમા શાંતિનાથ નામે ઋદ્ધિમાન ચક્ર
વતી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી, પ્રવજ્યા લઈને મુક્તિ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org