________________
ઉત્તરાયયન સૂર નંધ: ચક્રવતી જેવા મહારાજાઓ મનુષ્ય લોકની સંપૂર્ણ દ્ધિ અને શક્તિવાળા હોય છે. તેના ભાગોમાં શી ખામી હોય ? છતાં ત્યાં પણ તૃપ્તિ હતી નથી. તૃપ્તિ ત્યાગમાં છે. તૃપ્તિ નિરાસક્તિમાં છે. તૃપ્તિ નિર્મોહ દશામાં છે. તેથી જ તેવા ધરણપતિ બાહ્ય સંપત્તિને છોડી આંતરિક સંપત્તિને મેળવવા સંયમમાર્ગને સ્વીકારે છે.
સુખને એ એક જ માગ છે. શાંતિને ભેટવાની એ એક જ શ્રેણિ છે. સંતોષનું એ એક જ સોપાન છે. અનેક જીવાત્માઓ ભૂલી, ભટકી, રખડી રડીને આખરે અહીં જ આવ્યા છે. ત્યાં જ વિશ્રામ લીધો છે. અને ત્યાં જ જે કંઈ જોઈતું હતું તે પામ્યા છે.
એ પ્રમાણે ભગવાન મહાવીરે કહ્યું હતું તે તને કહું છું. એમ શ્રી સુધી સ્વામીએ જબૂને કહ્યું.
આમ સંયતિમુનિનું અઢારમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org