________________
અધ્યયન : ઓગસમું
મૃગાપુત્રીય મૃગાપુત્ર સંબંધી
- કુકર્મનાં પરિણામ કડવાં છે. દુરાત્માની દુષ્ટ વાસનાને અનુસરવામાં ખૂબ જોખમ છે. એકમાત્ર સહજ ભૂલથી આ લોક અને પરલોકમાં અનેક સંકટ સહેવાં પડે છે. દુર્ગતિનાં દારુણ દુઃખે સાંભળતાં પણ ત્રાસ ઉપજાવે તેવાં હોય છે તો અનુભવની તો વાત જ શી ?
મૃગાપુત્ર પૂર્વના સંસ્કારવશાત્ ગમાર્ગમાં જવા તત્પર થાય છે. માતાપિતા સંયમ માર્ગનાં સંકટે પુત્રને કહી બતાવે છે. પુત્ર કહે છે : માતાપિતા ! કયાં એ સ્વઈચ્છાએ સહેવાનાં સામાન્ય કષ્ટ અને કયાં એ પરાધીનતાએ ભેગવવાં પડતાં દારુણ દુઃખ?
આખરે મૃગાપુત્રના સંયમની સાચી તાલાવેલી માતાપિતાને પિગળાવી મૂકે છે. સંસારને ત્યાગી તપશ્ચર્યાને આદરી તે યોગીશ્વર આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા કર્મો કંચુકને ભેદીને અંતિમ ધ્યેયે મળી શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ થાય છે.
ભગવાન બોલ્યા : (૧) મોટાં વૃક્ષોથી ઘટ એવાં કાનન (જંગલ) અને કીડા કરવા લાયક
ઉદ્યાનોથી સુરક્ષિત અને સમૃદ્ધિથી રમણીય એવા સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા રહેતા હતા. અને તે રાજાને મૃગાવતી નામની
પટરાણી હતાં. (૨) માતા પિતાને વલભ અને યુવરાજ એ બલશ્રી નામને તેને એક કુમાર
હતું કે જે દમિતેન્દ્રિમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો. (૩) તે દોગુન્દક (ત્રાયસ્ત્રિ શક) દેવની માફક મનહર રમણીઓ સાથે હમેશાં
નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org