________________
ઉત્તરાદયયન સૂર (૩૩) આ કાપતી (પારેવાની જેમ કાંટાને તજી પરિમિત કશુ જ ખાવા) વૃત્તિ
સંયમી જીવન, દારુણ (ભયંકર કેશકુંચન અને દુષ્કર બ્રહ્મચર્ય પાલન આ બધું પાળવું શક્તિવાળાને પણ કઠિન થાય છે.
નેધ : જૈન મુનિઓને જીવનપર્યત કેશને હાથવડે કાઢી નાખવાની તપશ્ચર્યા પણ કરવાની હોય છે. (૩૪) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! તું સુકોમળ, સુમજ્જિત (ભાગમાં ડૂબેલો)
અને ભોગ સુખને યોગ્ય છે. હે પુત્ર ! સાધુપણું પાળવા માટે ખરેખર તું
સમર્થ નથી. (૩૫) હે પુત્ર ! ભારે લોખંડના ભારની જેમ જીવન પર્યત અવિશ્રાંતપણે સંયમીના
ઉચિત ગુણોનો ભાર વહન કરવો દુષ્કર છે. (૩૬) આકાશમાં ઊંચા એવા ચુલ હિમવંત પર્વતથી પડતી ગંગા નદીને સામે
પૂરે જવું અને બે હાથથી સાગર તર જેટલો કઠણ છે તેટલું જ સંયમીના ગુણોને તરી જવું (પ્રાપ્ત કરવા) દુર્લભ છે.
ધઃ સંસારની આસક્તિ જેટલી ઘટે તેટલી જ સંયમ ગુણની પ્રાપ્તિ થાય. (૩૭) વેળુનો કોળિયે જેટલે નીરસ છે. તેટલો જ (વિષય સુખથી રહિત) સંયમ
પણ નીરસ છે. તરવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપ
શ્રર્યાના માર્ગમાં પ્રયાણ કરવું કઠણ છે. (૩૮) વળી હે પુત્ર ! સર્ષની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્ર માગમાં ચાલવું
દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમ પાલન
પણ દુષ્કર છે. (૩૯) જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દોહ્યલી છે તેમ તરુણ વયમાં સાધુપણું
પાળવું દુષ્કર છે. (૪૦) વાયુને કેથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું કાયરને સાધુ
પણું પાળવું મુશ્કેલ છે. (૪૧) જેમ ત્રાજવેથી લક્ષ જનને મેરૂ પર્વત તળવો દુષ્કર છે તેમ શંકા રહિત
અને નિશ્ચળ સંયમ પાળ દુષ્કર છે. (૪૨) જેમ બે હાથથી આખો સમુદ્ર તરી જેવો અશક્ય છે. તેમ અનુશાંત (અશક્ત) જીવ વડે દમને સાગર તો દુષ્કર છે.
ધઃ દમ એટલે ઇન્દ્રિય તથા મનને દમવું તે કઠણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org