________________
ઉત્તરાધ્યયન સૂત્ર
' ધ : મધ્યયુગમાં જેનશાસન સર્વોપરિ ગણુનું કારણ કે પૂર્ણ પુરુષો તેના
પ્રવર્તક હતા. અને તે તપ, ત્યાગ તથા અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતનું પ્રરૂપણ કરતા. . (૨૬) તે સિવાયના માત્ર કપટયુક્ત મત પ્રવર્તી રહ્યા છે. તે નિરર્થક અને પેટા - વાદો જ છે. એમ જાણીને હું સંયમમાં પ્રવર્તન કરી ઈર્ષા સમિતિમાં વસું છું.
નાંધ : સર્વશ્રેષ્ઠ જૈનશાસનને જાણું તે માર્ગમાં હું ગમન કરું છું ઈર્યા સમિતિ એ જૈન શ્રમણની ક્રિયા છે. વિવેક અને ઉપયોગપૂર્વક ગમન કરવું તેનું નામ ઈર્યો. (૨૭) (ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું :) એ બધા અશુદ્ધ અને અસત્ય દષ્ટિવાળા અનાય
મત મેં પણ જાણ્યા છે. અને પરલોકને પણ જાણ્યા છે. તેથી હવે સાચા આ પ્રકારે આત્મસ્વરૂપને ઓળખી જેનશાસનમાં વિચરુ છું.
નેધ: ક્ષત્રિય રાજર્ષિએ સૌને પહેલાં જાણી લીધા હતા અને તેમાં અપૂર્ણતા -લાગવાથી પછી જ જેન જેવા વિશાળ શાસનની દીક્ષા લીધી હતી.
આ સાંભળી સંયતિમુનિએ કહ્યું: (૨૮) હું પણ પહેલાં મહાપ્રાણ નામના વિમાનમાં પૂર્ણ આયુષ્યવાળા કાન્તિમાન
દેવ તરીકે હતો. ત્યાંની સે વર્ષની ઉપમાવાળી દિવ્યઆયુ સ્થિતિ છે. તે મોટા કાળ પ્રમાણની હોય છે.
નંધ: પાંચમા દેવલોકમાં હું દેવરૂપે હતો ત્યારે મારું આયુષ્ય દશ સાગરેપમનું હતું. સાગરેપકે એ સર્વ સંખ્યાતીત મોટું કાળ પ્રમાણુ કહેવાય છે. (૨૯) હું તે પાંચમાં (બ્રહ્મ) દેવલોકથી નીકળીને મનુષ્યના ભવને વિષે સંયતિરાજા
રૂપે અવતર્યો હતો. (ત્યાંથી નિમિત્તવશાત દીક્ષિત થઈ) હવે હું મારા અને પરના આયુષ્યને બરાબર જાણી શકું છું.
ધ: સંયતિ રાજર્ષિને તેવું વિશુદ્ધ જ્ઞાન હતું કે જે વિશુદ્ધ જ્ઞાન દ્વારા તે પિતાનો અને પરને જીવિત કાળ જાણી શકે. (૩૦) (હે ક્ષત્રિય રાજર્ષિ!) ભિન્નભિન્ન પ્રકારની રુચિઓ અને સ્વચ્છંદોને
સંયમીએ ત્યાગી દેવા જોઈએ. અને સર્વ કામભોગો અનર્થનાં મૂળ છે
એમ જાણી જ્ઞાનમાર્ગમાં ગમન કરવું જોઈએ. (૩૧) તેમ જાણુને દૂષિત (નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતા) પ્રશ્નોથી હું નિવૃત્ત
થયો છું. તેમ જ ગૃહસ્થ સાથેની ગુપ્ત રહસ્ય ભરી વાતોથી પણ નિવૃત્ત થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org