________________
ઉત્તરાયચન સત્ર
(૧૪) સ્ત્રી, પુત્રો, મિત્રો, કે બંધુઓ જીવતાને જ અનુસરી તેમાં ભાગીદાર બને
છે. મરણ થયા પછી કોઈ અનુસરતું નથી.
નેધ : આ દેખાતું સગપણ જીવન સુધીનું જ છે અને મનુષ્યજીવન પણ ક્ષણિક અને પરતંત્ર છે. તે તેવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું કઈ રીતે ઉચિત જ નથી. (૧૫) જેમ અતિ દુઃખી થયેલા પુત્રો મરેલા પિતાને ઘર બહાર કાઢે છે તેમ મરેલા
પુત્રોને દેહને પિતા ત્યાગે છે. સગા બાંધવોનું પણ તેમજ સમજવું. માટે ' હે રાજન્ ! તપશ્ચર્યા અને ત્યાગ (અનાસક્તિ માર્ગમાં ગમન કર.
નેધ : ચેતન ગયા પછી સુંદર દેહ પણ સડવા માંડે છે. એટલે પ્રેમીજન પણ તેને જલ્દી બહાર કાઢી ચિતામાં સળગાવી દે છે. (૧૬) હે રાજન! ઘરધણું મરી ગયા પછી તેણે એકઠું કરેલું ધન અને પોતે
પિપેલી સ્ત્રીઓને કોઈ બીજા મનુષ્ય જ ભોગવે છે અને ઘરનાં બધાં હર્ષ અને સંતોષપૂર્વક તે મરેલાનાં આભૂષણોથી અલંકૃત થઈ આનંદ કરે છે.
નોંધ : મરેલાને વિરહ થોડો વખત સાલે છે, પરંતુ સંસારની ઘટના જ એવી છે કે સ્વાર્થ હોય તે લાંબા કાળે અને સ્વાર્થ ન હોય તે થોડા જ વખતમાં તે દુઃખ ભૂલી જવાય છે (૧૭) સગાંવહાલાં, ધન, પરિવાર એ બધું અહીં રહી જાય છે અને માત્ર તે જીવે
કરેલાં શુભ કે અશુભ કર્મ જ સાથે આવે છે. તે શુભાશુભ કર્મથી જોડાયેલ છવામા એકલે જ પરભવમાં ચાલ્યા જાય છે.
નોંધ : આવી જાતની સંસાર ઘટના બતાવવાથી તે સંસ્કારી રાજાનું હૃદય વૈરાગ્યમય બની જાય છે. (૧૮) એ પ્રમાણે યોગીશ્વરની પાસે સત્યધર્મને સાંભળીને તે રાજા (પૂર્વ સંસ્કારોની - પ્રબળતાથી) તે જ સમયે સંવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા) અને નિર્વેદ
(દેવ તથા મનુષ્ય સંબંધીના કામગોથી વૈરાગ્ય)ને પામ્યા. (૧૯) હવે સંયતિરાજા રાજ્યને છેડીને ગઈભાલી મુનિ પાસે જૈનશાસનની દીક્ષા
લઈ સંયતિ મુનિ બની ગયા.
નોંધ : સાચો વૈરાગ્ય જાગે પછી ક્ષણભર પણ કેમ રહેવાય ? આવા સંસ્કારી છો અપૂર્વ આત્મબળ ધરાવનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org