________________
ઉત્તરાધ્યયન સૂચ કરે છે. યોગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માને તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે.
ભગવાન બોલ્યા :
(૧) (પંચાલ દેશમાં) કપીલ્ય નગરમાં ચતુરંગી સેના તથા ગાડીડા, પાલખી
વગેરે ઋદ્ધિવાળા એક સંયતિ નામના મહારાજા સજ્ય કસ્તા હતા. એકદા
તે મૃગયા (શિકાર) કરવા માટે પોતાના નગત્ની બહાર નીકળ્યા. (૨) અશ્વદળ, હાથીદળ, રથદળ અને પાયદળ એ ચાર પ્રાસ્ની મોટી સેનાથી
ચારે તરફ ઘેરાયેલા – (૩) રસ (પશુ માંસને સ્વાદ)માં આસક્ત થઈ અશ્વ પર ચડેલા તે મહારાજા
કાંપીલ્યુકેસર નામના ઉદ્યાનમાં મૃગલાઓને ભગાડીને (પાછળ દોડી) બીવરા
વેલાં અને દોડીને થાકી ગયેલા એવા મૃગોને વીંધી નાખતા હતા. (૪) તે જ કેસર ઉદ્યાનમાં તપોધની (તપસ્વી) અને સ્વાધ્યાય (ચિંતન) તથા
ધ્યાનમાં જોડાયેલા એક અણગાર (સાધુ) ધર્મધ્યાનમાં લીન થયા હતા. (૫) વૃક્ષથી વ્યાપ્ત એવા નાગરવેલના મંડપ નીચે તે મુનિ આસવ (પાપમળીને
દૂર કરીને નિર્મળ ચિત્તે ધ્યાન કરી રહ્યા છે. તેની પાસે આવેલા (એક) મૃગલાને પણ તે રાજા હણ નાખે છે.
નેધ : રાજાને ખબર ન હતી કે અહીં કોઈ મુનિરાજ છે. નહિ તે શિષ્ટતા જાળવવા ખાતર તે કદી તેવા મહાયોગીની પાસે આવું હિંસક કૃત્ય કરી શક્ત નહિ. (૬) (મૃગ હણાયા પછી) પાછળ ઘોડા પર જલદી દોડી આવતે. તે રાજા તે
સ્થળે આવીને હણુયેલા મૃગલાને જુએ છે અને તેને જોતાં જ પાસે
ધ્યાનસ્થ બેઠેલા ત્યાગીને પણ જુએ છે. (૭) (જોતાં વાર જ મારા બાણથી મુનિરાજ હણ્યા હશે ! મુનિ ન હણાયા હોય
તો મૃગ તેની પાસે આવી ગયો માટે કદાચ મૃગ તે યોગીને હશે અને તે હણાઈ ગયો, હવે મારું શું થશે ? અથવા આવા અનુકંપક યોગી પાસે આવું હિંસક કૃત્ય થયું તેથી તેને દુઃખ થશે. આ પ્રમાણે વિચાર આવે છે.) તેથી ભયભીત અને શંકાગ્રસ્ત બની ગયેલે તે માને છે કે “મંદ પુણ્યવાળા, રસાસક્ત અને હિંસક એવા મેં ખરેખર મુનિશ્રીની લાગણી
દુભાવી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org