________________
સંયતીય
ગઈ ભાલી મુનીશ્વરના શિષ્ય સંયતિમુનિ સાધુજીવનમાં પરિપકવ તેમ જ ગીતાર્થ (નાની) બની ગુરુ પાસેથી આજ્ઞા લઈ એકદા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક સ્થળે આવે છે. ત્યાં તેમને એક બીજા રાજર્ષિ મળે છે. આ ક્ષત્રિય રાજર્ષિ દેવલેકથી અવીને નીકળીને) મનુષ્યભવ પામ્યા છે. તે પણ પૂર્વના પ્રબળ સંસ્કારી હોવાથી કંઈક નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને તેથી ત્યાગી બની દેશદેશ વિચરી જિનશાસનને શોભાવી રહ્યા છે. (૨૦) રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા તે ક્ષત્રિયમુનિ સંયતિ યોગીશ્વરને પૂછે છે
કે જેવું આપનું રૂપ દેખાય છે તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન
દેખાય છે. નોંધ : જેવી આપની આકૃતિ સૌમ્ય છે તેવું જ અંતઃકરણ પણ નિર્મળ દેખાય છે. (૨૧) આપનું નામ શું ? પૂર્વાશ્રમમાં આપનું ગોત્ર શું હતું ? આપ શાથી
શ્રમણ બન્યા? (ત્યાગ કેવી રીતે લીધો 2) કયા આચાર્ય (ગુરુદેવ)ને સે
છો ? તમે વિનીત કેવી રીતે કહેવાઓ છે ? (આમ ક્ષત્રિયમુનિએ પૂછયું હતું.) (૨૨) મારું નામ સંસ્થતિ છે. ગૌતમ એ મારું ગોત્ર છે. જ્ઞાન અને ચારિત્રયુક્ત
એવા ગર્દભાલી નામના આચાર્ય મારા ગુરુદેવ છે.
ધ : મુક્તિને માટે યોગ્ય એવા ગુરુવરને હું એવું છું હવે વિનીત કેમ કહેવાય ? તે પ્રશ્નના ઉત્તરમાં પુનઃ કહે છે : (૨૩) અહ ક્ષત્રિય રાજ મહામુનિ ! (૧) ક્રિયાવાદી (સમજણ વિના માત્ર કિયા
કરનાર, (૨) અંકિયાવાદી (માત્ર પોપટિયા જ્ઞાનને માનનાર), (૩) વિનયથી જ સિદ્ધિ માનનારા અને (૪) અજ્ઞાનવાદી. આ ચારે વાદમાં રહેલા પુરુષો ભિન્નભિન્ન પ્રકારના માત્ર વાદો જ કર્યા કરે છે. પરંતુ તત્વ માટે કશે
પ્રયત્ન કરતા નથી. તે સંબંધમાં તત્ત્વજ્ઞ પુરુષોએ શું કહ્યું છે ? નેધ : આમ કહેવાનું પ્રયોજન એ છે કે તેવા મતને માનનાર એકાંતવાદી સાધક વિનીત કહેવાતો નથી. તેથી એકાંતવાદને હું સ્વીકારતા નથી. તેમ સંયતિમુનિએ કહ્યું. (૨૪) તત્વના જાણકાર, સાચા પુરુષાથી અને ક્ષાયિકજ્ઞાન (શુદ્ધજ્ઞાન) તથા ક્ષાયિક
ચારિત્ર વડે સંયુક્ત એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ આ પ્રમાણે
પ્રકટ કર્યું હતું. (૨૫) અહીં જેઓ અસત્ય પ્રરૂપણું કરનાર, (કે પાપ કરનારા) હોય છે તે ઘોર
નરકમાં પડે છે. અને જે આર્ય (સત્ય) ધર્મને આચરે છે તે મનુષ્ય દિવ્ય ગતિને પામે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org