________________
બ્રહચય સમાધિનાં સ્થાને ૫. સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, રુબ, ગીત, હાસ્ય, પ્રેમીના વિરહથી થતાં
કંદન કે શૃંગાર સમયનાં નેહાળ વચને પર લક્ષ્ય ન આપવું. આ બધી કણેન્દ્રિયના વિષયની આસક્તિ છે. બ્રહ્મચર્યના પ્રેમી સાધકે તેને ત્યાગ
કરો . ૬. ગૃહસ્થ (અસંયમી જીવનમાં સ્ત્રી સંગાથે હાસ્ય, ક્રીડા, વિષય સેવન,
શૃંગાર રસ જમાવવા પરસ્પર માન રાખ્યું હોય, બળાત્કારથી કે ત્રાસથી આ વિષયસેવન કર્યું હેય ઈત્યાદિ કેઈ જાતના પૂર્વ ભાગોને બ્રહ્મચારીએ
કદીપણ ચિંતવવા નહિ.
નેધ : પૂર્વે જે જાતના ભોગે ભેગવ્યા હોય તેના ચિંતનથી પણ ભેગોના વિચાર અને કુસંક જન્મે છે કે જે બ્રહ્મચર્યમાં મહાન હાનિર્તા છે. ૭. હમેશાં બ્રહ્મચર્યમાં રક્ત થયેલ ભિક્ષુ વિષયની મસ્તી વધારનારા રસવાળાં
ભજનને જલ્દી ત્યાગી દે. ૮. સંયમી જીવન નિભાવવા માટે ભિક્ષુ ધર્મને જાળવી, મળેલી શિક્ષાને પણ - ભિક્ષા વખતે માપ પૂર્વક ગ્રહણ કરે. બ્રહ્મચર્યના ઉપાસક અને તપસ્વી
ભિક્ષુઓ અધિક આહાર કદી ન કરે. • નૈધ : ભિક્ષઓનું ભોજન સંયમી જીવન ટકાવવા માટે જ હોવું જોઈએ. અતિભેજન આલસ્યાદિ દોષોને ઉત્પન્ન કરી સંયમી જીવનથી ભ્રષ્ટ કરી મૂકે છે. ૯. બ્રહ્મચર્યને વિષે રક્ત રહેલા ભિક્ષુએ શરીરની વિભૂષા અને શરીરને
શણગાર છોડી દેવો. વસ્ત્રાદિ કઈ પણ વસ્તુઓ શૃંગાર માટે ધારણ ન કરવી.
નોંધઃ નખ કે કેશ સમારવા કે શરીરની અનુપયોગી વારંવાર ટાપટીપ કરવી અને તેને માટે જ સતત લક્ષ્ય રાખવું તે અનાવશ્યક છે. એટલું જ નહિ પરંતુ શરીર પરની એવી આસક્તિ કેટલીક વાર પતનના નિમિત્તભૂત પણ થાય છે. ૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય સંબંધીના કામ ભોગોને
છેડી દેવા.
નેંધ : આસક્તિ એ જ દુઃખ છે. આસક્તિ એ જ બંધન છે. તેવું બંધન જેથી થાય છે તે વસ્તુઓને છોડી દેવી. અને પાંચ ઈદ્રિયોને સંયમમાં રાખી તેનાથી યોગ્ય કાર્ય લેવું એ જ સાધકને માટે આવશ્યક છે. કાનથી સતપુરુષોનાં વચનામૃત પીવાં, જીભથી સત્ય બોલવું. શરીરથી સતકર્મ કરવું, આંખોથી સદ્વાંચન કરવું અને મનથી ધ્યાન અને ઊંડું ચિંતન કરવું એ જ ઈદ્રિયોને સંયમ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org