________________
ઉત્તરાધ્યયન સત્ર
લાભ થયેા છે તેવા ગુરુએને જ્ઞાન થયા બાદ નિદે કે તિરસ્કાર કરે તે પાપી શ્રમણુ કહેવાય છે.
(૫) અહંકારી થઈને આચાય, ઉપાધ્યાય તથા સંગાથી સાધુઓની સદ્ભાવપૂર્વક સેવા ન કરે, ઉપકારને ભૂલી જાય કે પૂજા સન્માન ન કરે તે પાપી શ્ર કહેવાય છે.
૧૦૨
(૬) ત્રસ (હાલતાચાલતા) જીવાને, સચેત (સજીવ) ખીન્તને, વનસ્પતિ કે સૂક્ષ્મજીવાને પણ ચાંપે કે હિંસા કરે તે અસયમી ગણાય છતાં પોતાને સંયમી માને તે પાપી શ્રમણુ કહેવાય છે. (૭) તૃણાદિની શય્યા, પાટ કે ખાજો,
સ્વાધ્યાયની ભૂમિકા, એસવાની ભૂમિકા, પગ લૂછવાનું વસ્ત્ર, કામળી વગેરે બધી વસ્તુને સંભાળપૂર્વક તપાસવી, તપાસ્યા વિના તેને વાપરે તે પણ પાપી શ્રમણુ કહેવાય છે.
નોંધ: સંયમી માટે પેાતાનાં ઉપયાગી સાધનાને દિવસમાં બે વાર તપાસવાની જૈનશાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ એ છે કે તેમ ન કરવામાં સૂક્ષ્મજીવાતી હિંસાને સંભવ છે અને તે સિવાય બીજા પણ કેટલાક અનર્થાના સભવ છે.
(૮) પોતાના સંયમધ ને ન છાજે તેવું કાર્યાં કરે. વારંવાર ક્રાધ કર્યા કરે કે પ્રમાદપૂર્ણાંક ઉતાવળે. ઉતાવળા ગમન કરે તે પાપી શ્રમણ કહેવાય છે. (૯) જ્યાં ત્યાં જોયા વિના અવ્યવસ્થિત પોતાનાં પાત્ર, કંબલ ઈત્યાદિ સાધનાને મૂકી દે અને જુએ તાપણ અસાવધાનતાથી નિરીક્ષણ કરે તે પાપી શ્રમણુ કહેવાય છે.
નોંધ : અવ્યવસ્થા અને અસાવધાનતા સંયમમાં બાધક છે.
(૧૦) પાતાના ગુરુના વચનથી કે મનથી પરાભવ કરે છે તેમજ અનુપયોગી વાતે સાંભળતાં સાંભળતાં અસાવધાનતાથી પ્રતિ લેખન (નિરીક્ષણ) કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
(૧૧) જે ઘણું કપટ કર્યાં કરે, જૂઠું બોલે, અહંકારી હાય, લાભી કે અજિતે ંદ્રિય હાય, અવિશ્વાસુ અને અસંવિભાગી (પેાતાના સંગાથી સાધક કરતાં ગુપ્ત રીતે વધારે ચીજો ભાગવે તેવા) હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૨) જે અધમી (દુરાચારી), પેાતાની કુમુદ્ધિથી બીજાની બુદ્ધિને પરાભવ કરનાર, વિવાદને ઉત્પન્ન કરનાર તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહેનાર હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org